અર્પિતાની દિવાળી પાર્ટીમાં આવ્યા સલમાન-SRK, કેટ-શિલ્પાનો હતો મનમોહક અંદાજ

14 Oct, 2017

હાલ દિવાળીના સેલિબ્રેશનને લઈ દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ બોલિવૂડમાં પણ પાર્ટીઝનો માહોલ જામવા લાગ્યો છે. 13 ઓક્ટોબરની રાત્રે સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માએ એક શાનદાર દિવાળી પાર્ટી આપી હતી. આ ઉજવણીમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા. જેમાં સૌથી વધુ ધ્યાન શાહરૂખ ખાન અને કેટરિના કૈફે ખેંચ્યું હતું.

 
આ સ્ટાર્સ થયા સામેલ
કેટરિના અને શાહરૂખ સિવાય આ પાર્ટીમાં કરિશ્મા કપૂર, નતાશા પૂનાવાલા, કરણ જોહર, એકતા કપૂર,  ડેઈઝી શાહ, રીતેષ દેશમુખ, એલ્લી અવરમ, શ્વેતા રોહિરા, શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા, શમિતા શેટ્ટી, કબીર ખાન, સૌફી ચૌધરી, સીમા ખાન-સોહૈલ ખાન, અરબાઝ ખાન, સલીમ ખાન, હેલન, ભૂષણ કુમાર-દિવ્યા ખોસલા, સાજીદ નડિયાદવાલા-વર્ધા નડિયાદવાલા,  હુમા કુરેશી-સકીબ સલીમ, સાહિલ સાંઘા-દિયા મિર્ઝા, ચંકી પાંડે-ભાવના પાંડે, બાબા સિદ્દીકી, સની દિવાન-અનુ દિવાન, બંટી સજદેહ, યાસ્મીન કરાચીવાલા, મધુ મન્ટેના-મસાબા ગુપ્તા, આથિયા શેટ્ટી અને કબીર ખાન સહિતના સેલેબ્સ સામેલ થયા હતા.
 
કેટે રેડ આઉટફિટમાં મારી એન્ટ્રી
આ દરમિયાન કેટરિના કૈફ રેડ ફ્લોરલ આઉટફિટમાં જોવા મળી હતી. તેમાં પણ કેટે સ્મિત સાથે સ્ટાઈલિશ એન્ટ્રી કરતા સૌ કોઈ તેના પર આફરીન થઈ ગયા હતા.