ડુંગળીનો આવો ઉપયોગ વધારશે વાળની સુંદરતા

12 Jun, 2015

ડુંગળીમાં સલ્ફર રહેલું હોય છે જે સ્પ્લિટ એન્ડની અને વાળ ખરવાની સમસ્યા અટકાવે છે. ડુંગળીનાં રસથી વાળ મજબૂત અને મુલાયમ બને છે. આવો જાણીએ કેવી રીતે ડુંગળીની મદદથી વિવિધ હેરપેક બનાવી શકાય.

 
ડુંગળી અને મધ
ડુંગળીનો રસ અને મધ મિક્ષ કરી વાળનાં મૂળમાં લગાવો. સપ્તાહમાં બે-ત્રણ વાર આવું કરવું. ડુંગળી-લસણની પેસ્ટ પણ ઘણી ફાયદાકારક છે. આ હેરમાસ્ક મહિનામાં એક વાર લગાવવું. આ પેક લગાવવાથી વાળની લંબાઇ વધારે છે. વાળ ખરતા અટકાવે છે. જે લોકોના વાળનો ગ્રોથ ઓછો હોય તેને આ માસ્કનો ટ્રાય કરવો. વાળનાં ધોતા પહેલા અડધા કલાક પહેલા માથામાં ડુંગળી અને લસણની પેસ્ટ લગાવી રાખવું. વાળમાં આનાથી વાળમાં ચમક વધે છે.
 
ડુંગળીનો રસ અને હેરઓઇલ
ડુંગળીને પીસીને રસ નિકાળી તે રસથી માથામાં માલિશ કરવી. અડધો કલાક પછી વાળને ધોઇ નાખવું. ડુંગળીનો રસ હેરઓઇલમાં મિક્ષ કરી લગાવવાથી ફાયદો થશે.
 
ડુંગળી, ઓલિવ ઓઇલ અને નારિયેળ તેલ પૈક
ડુંગળીના રસમાં ઓલિવ ઓઇલ અને નારિયેલ તેલ મિશ્ર કરી લગાવવું. તેનાથી વાળનાં મૂળ મજબૂત થાય છે. ઓછામાં ઓછું આને બે કલાક લગાવીને રાખવું. આ પેક તમે રોજ લગાવીને રાખી શકો છો. તેમ બિયર અને નારિયેલ તેલ સાથે ડુંગળી રસ મિક્ષ કરી લગાવવાથઈ વાળનો ગ્રોથ વધે અને ચમકદાર બને છે.