તણાવ અને ચરબીમાં ઘટાડો કરશે આ સરળ ટિપ,જુઓ Video

22 Oct, 2015

આજકાલની જીવનશૈલી ફટાફટ થઈ ગઈ છે આપણને બધું ફાસ્ટ જોઈએ છે. કોઈ વાતમાં ધીરજ રાખી નથી શકતાં એટલે તણાવ અને સાથે સાથે ચરબી પણ વધે છે. તો આ બે મોટી વ્યાધિને દૂર કરશે સૂર્ય મુદ્રાનો સરળ પ્રયોગ. આના અભ્યાસથી ઉર્જાનો સંચાર થાય છે અને ધીમે ધીમે સ્થૂળતા ઘટવા લાગે છે.

સૂર્ય મુદ્રાની વિધિ
પદ્માસનમાં બેસો અથવા સિદ્ધાસનમાં બેસો. અનામિકાને અંગુઠાના મૂળ ઉપર ગોઠવી અંગુઠા વડે દબાવવાથી સૂર્ય મુદ્રા બને છે.
અનામિકા અને અંગુઠાના સંયોગથી શરીરમાં વિશેષ વિદ્યુતનું  વહન થવા લાગે છે.

સમય
સુર્ય મુદ્રાનો પ્રયોગ સવારે ઉનાળામાં ૮ મિનિટ કરી શકાય શિયાળાની ઋતુમાં ૨૪ મિનિટ સુધી કરવામાં વાંધો નથી.  દુબળા શરીરવાળાએ આ પ્રયોગ કરવો નહી.

ફાયદા

    શરીરનું વજન અને જાડાપણું ઘટે છે
    શક્તિનો વિકાસ થાય છે
    શરીરનું સંતુલન જળવાય છે
    તણાવ ઘટે છે
    શિયાળામાં આ પ્રયોગથી ઠંડીથી બચી શકાય છે.