એક પણ રૂપિયાના ખર્ચ વગર, બોરિંગ શિયાળાને બનાવો Colorful

29 Dec, 2015

 શિયાળાની શરૂઆત થઇ ગઇ છે, કદાચ સંપુર્ણ રીતે નહીં પરંતુ તેની દસ્તક સવારે અને સાંજની હવાઓમાં અનુભવી શકાય છે. આ તો ઠીક છે પણ અમે તો એ સમય માટે પરેશાન છીએ જે આવવાનો છે, જ્યારે તમારે ઘરેથી નિકળતા પહેલા પોતાને પગથી લઇ માથા સુધી યોગ્ય રીતે તૈયાર થવું પડશે, (હકીકતમાં કહીએ તો પૅક કરવા પડશે). ફેશનિસ્ટા માટે શિયાળાનો સમય ખુબ જ ફિક્કો અને બોરિંગ હોય છે, કારણ કે દરેક ટ્રેન્ડી અને સ્ટાઇલિશ ચીજ પૅક થઇ જાય છે. પોતાની અંદરની divaને બહાર લાવવા માટે ગણતરીના ઓપ્શન્સ જ બચે છે. 

 
હેરબેન્ડ્સઃ શિયાળાની એક માત્ર સારી વાત હોય છે કે આપણે વાળને પરસેવા અથવા ઓઇલી થવાની ચિંતા કર્યા વગર ખુલ્લા રાખી શકીએ છીએ. તો આ અવસરનો ફાયદો ઉઠાવો અને તમારાં લુકને થોડો ગ્લેમરસ બનાવો, એક સારા હેરહેન્ડની સાથે. તમે અલગ અલગ રંગ, ટેક્સચર્સ, બો'ઝ, ફૂલ જે પણ ઇચ્છો તે પસંદ કરી શકો છો. 
 
બ્રૂચેઝઃ શિયાળામાં એક ભૂલ જે આપણે બધા જ કરીએ છીએ તે એ છે કે આપણે પ્લેન પુલોવર્સ અથવા સ્વેટર્સ પહેરી લઇએ છીએ. જે ડલ અને બોરિંગ લુકને વધારે બોરિંગ બનાવે છે. તેથી તમે કમાલના ક્વર્કી, મજેદાર અને બ્રાઇટ બ્રૂચેઝ ખરીદી શકો છો, ખાસ કરીને પાર્ટી માટે નાના, મોટાં અને ચમકદાર ખરીદી લો. તેને ચેસ્ટ, હાથ અથવા ગમે ત્યાં લગાવી શકો છો. 
 
રંગીન લેગ વોર્મર્સઃ શિયાળામાં લેગ વોર્મર્સ કોઇ વરદાનથી કમ નથી. જો તમે મોંઘા બૂટ્સ પર ખર્ચ કરવા નથી ઇચ્છતા અને પગને ઠંડકથી બચાવવા ઇચ્છો છો અને સ્ટાઇલિશ પણ દેખાવા ઇચ્છો છો તો બ્રાઇટ કલર્સ અને પ્રિન્ટ્સમાં કેટલાંક લેગ વોર્મર્સ ખરીદો. કોશિશ કરો કે તમે હાથવણાટવાળા ખરીદો, કારણ કે તે વધારે ગરમ હોય છે. તેને તમે ડેનિમ્સ, લેગિંગ્સ અથવા જોગિંગ્સ ઉપર પહેરીને તમારી સ્ટાઇલને ઉપર ઉઠાવી શકો છો. 
 
ગ્લવ્ઝઃ શિયાળામાં આપણને તમામને હાથને પોકેટ્સની અંદર રાખીને કે પછી બંને હાથને ઘસીને ગરમ રાખવાનું પસંદ છે. પરંતુ દિવસ દરમિયાન આપણી પાસે એટલાં કામ હોય છે તેને વધારે સમય નથી કરી શકતા. તમારી પાસે હાથને ગરમ રાખવાની એક સરળ રીત છે. તે છે નિટેડ એટલે કે વણાટકામવાળા ગ્લવ્ઝ પહેરો. તમે તેના કલર્સ, સ્ટાઇલ અને પ્રિન્ટ્સ સાથે એક્સપિરિમેન્ટ્સ કરી શકો છો. 
 
ઓક્સફર્ડ્સઃ આ શૂઝ આ વર્ષે ખુબ જ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યા છે, રેમ્પથી લઇને સેલેબ્સ સુધી દરેક સ્થળે તે છવાયેલા રહ્યા છે અને શિયાળામાં ખાસ તે જોવા મળે છે. તો તમે પણ વિન્ટર વોર્ડરોબમાં તેને સ્થાન આપો. સામાન્ય રીતે જોવા મળતાં બ્લેક્સ, બ્રાઉન્સ અને ટેન્સથી થોડો બ્રેક લો અને તેને અલગ અલગ કલર્સ, મેટાલિક શેડ્સ અથવા એમ્બેલિશ્ડવાળા ટ્રાય કરો. તમે તેને આઉટફિટના હિસાબથી પસંદ કરી શકો છો. 
 

Loading...

Loading...