પ્રિયંકા ચોપરાને ૨૦૧૫ની હોટેસ્ટ વુમનનો ખિતાબ

23 Feb, 2015

બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ દીપિકા પદુકોણ, સોનમ કપૂર જેવી અભિનેત્રીઓને પાછળ પાડીને ૨૦૧૫ની હોટેસ્ટ વુમનનો ખિતાબ હાંસલ કર્યો હતો. આ ખિતાબ માટે તાજેતરમાં જ બોલિવૂડ ડોટકોમ તરફથી સરવે કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને હોટેસ્ટ વુમન માટે મત આપવા જણાવાયું હતું. આ એવોર્ડની રેસમાં કંગના રનૌત, દીપિકા પદુકોણ, સોનમ કપૂર, નરગિસ ફકરી અને અદિતિ રાવ હૈદરીનું નામ સામેલ હતું, જ્યારે પ્રિયંકાને પસંદ કરવાવાળો વર્ગ વધુ હોવાથી તેને ૫૩ ટકા મત સાથે પ્રથમ સ્થાન મળ્યું હતું જ્યારે બીજા સ્થાને દીપિકા રહી તેને ૩૫ ટકા મત મળ્યા હતા. ત્રીજા સ્થાને સોનમ કપૂરને ૬ ટકા અને ચોથા સ્થાને શ્રદ્ધા કપૂરને ૩ ટકા, પાંચમા સ્થાને કંગના રનૌતને ૨ ટકા અને છઠ્ઠા સ્થાને અદિતિ રાવ હૈદરીને ૧ ટકા મત મળ્યા હતા.