અજય દેવગણની ફિલ્મમાં બ્રિટિશ બાળ કલાકાર ચમકશે

10 Oct, 2015

 ટોચના અભિનેતા-ફિલ્મ સર્ર્જક અજય દેવગણની લેટેસ્ટ ફિલ્મ શિવાય માટે એક પ્રતિભાવાન બ્રિટિશ બાળ કલાકારને સાઇન કરાઇ હોવાના સમાચાર મળ્યા હતા.

એબિગેલ એમ્સ નામની આ બાળ કલાકાર અજયની પુત્રીનો રોલ કરશે એવું અજયની નિકટનાં સાધનોએ જણાવ્યું હતું.  તાજેતરમાં અજયની દ્રશ્યમ ફિલ્મ રજૂ થઇ હતી. એમાં પણ એને એક સંતાનનો પિતા દેખાડાયો હતો અને એ ફિલ્મને સારો પ્રતિભાવ સાંપડયો હતો. શિવાયમાં એ બાર વર્ષની બાળાના પિતાનો રોલ કરી રહ્યો છે અને પુત્રીના રોલ માટે એબિગેલને સાઇન કરાઇ છે.

એબિગેલ હોલિવૂડની ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે અને એનો પોતાનો એક ચાહકવર્ગ છે. ૨૦૧૩માં એણે 'લોલેસ' અને ૨૦૧૪માં 'હેરી એેન્ડ પૉલ્સ સ્ટોરી ઑફ ટુઝ'માં અભિનય કર્યો હતો અને વખણાઇ હતી. ડૉક્ટર વ્હૂ નામની ટીવી સિરિયલમાં પણ એના અભિનયની ખૂબ પ્રશંસા થઇ હતી.

શિવાયની કથા ભગવાન શિવના કેટલાક પ્રસંગો પર આધારિત છે અને ભારત ઉપરાંત કેનેડા અને બલ્ગેરિયાનાં લોકેશન પર એનું શૂટિંગ કરાયું હતું. આ ફિલ્મ આવતા વરસના ઓક્ટોબરમાં રજૂ થવાની છે.

Loading...

Loading...