સુંદરતામાં ડાઘ સમાન સ્ટ્રેચ માર્કને દૂર કરશે આ 8 ઘરગથ્થુ ઉપચાર

09 Oct, 2015

 હાથ - પગ, એબ્ડોમેન, બ્રેસ્ટ અને બટક્સ પર દેખાતા કઇ વીમેનને ગમે પણ એનો ઇલાજ પણ તો હાથવગો નથી હોતો એટલે એને કપડાથી છુપાવ્યાં વિના બીજું શું કરી શકાય. આ માર્ક્સ સામાન્ય રીતે પ્રેગનન્સી, મસલ્સ ગ્રોથ, વધતી ઉમર કે પછી વજન ઘટવાને લીધે દેખાતા હોય છે. આમ તો આ સ્ટ્રેચમાર્ક્સ એવી જગ્યાએ હોય છે જે ભાગ્યે જ દેખાય પણ તો ય એનો ઇલાજ તો જરૂરી જ છે. ગભરાશો નહીં એવાં કેટલાક ઘરગથ્થુ ઉપચારની વાત કરવામાં આવી છે જેનાથી તમારી આ સમસ્યા સસ્તામાં ઉકેલાઈ જશે.

તેલ : દરેકના ઘરમાં કોઈને કોઈ પ્રકારનું તેલ ચોક્કસ હોય છે. વેજિટેબલ ઓઈલ, કોકોનટ ઓઈલ હોય કે ઓલિવ ઓઈલ, દરેક તેલમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે.  જે સ્કિનના ડેડ સેલને દૂર કરે છે તેમજ સ્કિનના બ્લડ સર્ક્યુલેશનને વધારીને સ્કિનના ટેક્સ્ચરમાં પણ સુધાર કરી તેની સ્મૂધનેસમાં પણ વધારો કરે છે. આ માટે જ્યાં તકલીફ હોય ત્યારે રોજે ઓલિવ ઓઇલ કે કોકોનટ તેલથી મસાજ કરો અને 30 મિનિટ સુધી રહેવા દો. આવું સતત 20-30 દિવસ કરશો એ પછી તમને ચેન્જ ચોક્કસ જોવા મળશે. 
 

 

ઇંડાની સફેદી: આપણે બધા જાણીએ છીએ કે ઈંડામાં ભરપૂર માત્રમાં પ્રોટીન અને કોલેજન હોય છે અને એ પણ જાણી લો કે એ તમારા સ્ટ્રેચમાર્ક્સને પણ દૂર કરી શકે છે. આ માટે બે ઈંડાની સફેદી લઈને એને બરાબર ફેંટો અને અસરગ્રસ્ત ભાગમાં લગાવો. એને સુકાવા દો અને પછી પાણીથી ધોઈ નાંખો. એ પછી એ જગ્યાએ મોઈશ્ચરાઈઝરથી મસાજ કરો.
 
એલોવેરા: એલોવેરા (કુંવારપાઠું) એ સ્કિન ટાઈટનિંગ માટે સૌથી અક્સીર છે. સ્ટ્રેચ માર્ક્સ માટે તાજા એલોવેરાને પાનને કાપી તેની સ્લાઈસ બનાવો. તેનાથી પ્રોબ્લેમવાળી જગ્યાએ જેલ લગાવો. આવું નિયમિત કરવાથી ડાઘા દૂર થશે અને સ્કિન પણ મોઈશ્ચર થશે.
 
બટાટાનો રસ: મોટાભાગના ભારતીય પરિવારોમાં રોજે રોજ રંધાતુ શાક એટલે બટાટા. તેમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે તમારા સેલ્સને પુનર્સ્થાપિત કરવામાં મદદ કરે છે. બટાટાની સ્લાઈસને માર્કવાળી જગ્યાએ ઘસો, સુકાવા દો અને પછી ધોઈ નાંખો. તમે બટેટાને છીણીને તેનો રસ પણ કોટનથી લગાવી શકો છો.
 
વિટામિન સી: વિટામિન સી એ આવા માર્ક્સ દૂર કરનારું અને સ્કાર્સને ઘટાડનાર અગત્યનું ઇન્ગ્રીડિઅન્ટ છે. આપણને વિટામિન સી લેમન અને ઓરેન્જમાંથી મળતું હોવાથી આમનો રસ લગાવવાથી પણ માર્ક્સ ઓછા થશે. લીંબુમાં એસિડિક પ્રોપર્ટિઝ અને બ્લીચિંગ એજન્ટ હોય છે. આનો રોજ ઉપયોગ કરવાથી 15 દિવસમાં જ ફેર જોવા મળશે.
 
સ્ક્રબ્સ: સ્કિનની હેલ્થ અને માઈક્રો સર્ક્યુલેશન વધે તે માટે સ્ક્રબ્સ બહુ જરૂરી છે. ખાંડમાં સૌથી વધારે એક્સફોલિઅન્ટ એજન્ટ હોય છે. એક ચમચી ખાંડને બદામના તેલ( almond oil)માં મિક્સ કરો. તેમાં લીંબુના રસના થોડાં ટિપા ઉમેરો અને અફેક્ટેડ એરિયા પર લગાવો. રોજિંદા ઉપયોગથી ફેર દેખાશે.
 
એપ્રિકોટ માસ્ક: સ્ટ્રેચ માર્ક્સને મટાડનારા તત્વો આમાં રહેલાં છે. એપ્રિકોટને કટ કરી તેમાથી બીયા કાઢી નાંખો. એ પછી તેને મસળી કે બ્લેન્ડ કરીને પેસ્ટ બનાવો અને લગાવો. તેને 20 મિનિટ સુધી રહેવા દીધાં પછી હુંફાળા પાણીથી ધોઈ નાંખો.
 
વિટામિન ઈ: વિટામિન ઈના તેલને સારા મોઇશ્ચરાઈઝરમાં મિક્સ કરો અને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. તમે વિટામિન ઈની કેમ્પ્સુલનો પણ ઉપયોગ કરી શકો છો.(જો કે તે દુર્ગંધ મારે છે) એ જ રીતે કેસ્ટોર ઓઇલમાં પણ વિટામિન ઈ હોવાથી તમે એને પણ  લગાવી શકો છો. શી બટર અને કોકો બટર પણ આમાં સારું રિઝલ્ટ આપે છે.