બોલિવૂડથી હોલિવૂડ સુધી, એક્ટ્રેસિસના ફેવરિટ છે Naked Dress

31 Dec, 2015

 Jennifer Lopezને તેની સુંદર બોડી શો-ઓફ કરવા સામે કોઇ ખચકાટ નથી, પરંતુ આ વર્ષે AMAsમાં નેકેડ ડ્રેસ પહેરીને તેણે બધાથી અલગ કરીને બતાવ્યું. Charbel Zoeના આ શીયર ગાઉનમાં તો આ divas તેમના લુકથી કમાલ કરી રહી હતી. 

 
ઇનરવેરથી લઇને આઉટવેર સુધી, તેમાં તમને અનેક પ્રકારની ડિઝાઇન્સ અને આઉટફિટ મળી જશે. તેમાંથી એક છે નેકેડ ડ્રેસ અને અનેક સ્ટાઇલ આઇકોન્સે આવા પ્રકારના ડ્રેસિસ પહેરીને તેને ફેમસ કરી દીધા છે. મૂળરૂપથી નેકેડ ડ્રેસિસ એક શીયર આઉટફિટ હોય છે, જે પહેરનારાના માત્ર પ્રાઇવેટ પાર્ટ્સને ઢાંકીને રાખે છે. આ પ્રકારના પારદર્શી, શિમરી અને કેટલીક ડિઝાઇન્સમાં આનાથી વધારે પણ હોય છે. જ્યારે Marilyn Monroeએ અમેરિકન રાષ્ટ્રપતિ JF Kennedy સાથે પોતાના સંબંધને ‘Happy Birthday Mr President’ ગીત ગાઇને અપ્રત્યક્ષ રીતે લોકોની સમક્ષ રાખી દીધો, ત્યારે આ ઘટનાની સાથે સંકળાયેલી વધુ એક બાબત પણ લોકો ભૂલ્યા નથી. તે છે Marilynનો એક ફિટેડ નેકેડ ડ્રેસ, આ ડ્રેસને લઇને કહેવામાં આવ્યું હતું કે, તેઓએ નીચે કંઇ પહેર્યુ નહતું, પરંતુ તેમના શરીરને 2000 રાઇન્સસ્ટોન્સથી કવર કર્યુ હતું. 
 
Miley Cyrus અને બોલિવૂડ આઇટમ નંબર્સની દેન છે કે 2015માં આ ડ્રેસનું કમબેક થયું અને એકવાર ફરીથી તે ફેશનની દુનિયામાં છવાયેલા જોવા મળે છે. ગયા વર્ષે પ્રથમવાર જોવા મળ્યું જ્યારે Rihannaએ આ ડ્રેસનું મોર્ડન વર્ઝન પહેર્યુ. પરંતુ આ જ વર્ષે Kim Kardashianથી લઇને Jennifer Lopez, Sophie Choudry, Priyanka Chopra અને બોલિવૂડની નવી-નવેલી વહૂ Mira Rajput સુધી, તમામ આ ડ્રેસમાં જોવા મળી છે. તેઓએ આ ડ્રેસમાં પોતાની સ્ટાઇલથી આગ લગાડી દીધી છે. ઓનલાઇન કોમેન્ટેટર આ divasને જોયા બાદ કોમેન્ટ કરવાનો એક અવસર નથી છોડતાં. તેઓએ આ વાત તરફ ઇશારો કરતા કહ્યું કે, 'American Porn એવોર્ડમાં જોવા મળેલી ફિમેલ સ્ટાર્સ તો પોતાને આ ગાઉનમાં ઢાંકીને આવી હતી અને આ divas આ પ્રકારના ડ્રેસિસ પહેરી રહી છે.'