ધોની ઇઝ બેક.... લાંબા વાળ સાથે ધોની ફરી પાછો આવ્યો...

05 Mar, 2018

 ભારતીય પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઘણા સમય સુધી લાંબા વાળની લીધે સમાચારોમાં છવાયેલો રહયો હતો. વર્ષ ૨૦૦૭માં ભારતમાં પહેલીવાર ટી-ર૦ વર્લ્ડકપમાં જીત અપાવનાર ધોની એક વાર ફરી પાછો પોતાના જુના અવતાર નજર આવશે, ધોનીના લાંબા વાળની સાથે એક એડ શુટ કરવામાં આવી છે. આ વીડિયોમાં ધોની પોતાની જુની સ્ટાઇલમાં જોવા મળશે. તેના લાંબા વાળ ક્રિકેટ ફેન્સને જુના ધોનીની યાદ દેેવડાવામાં કામ આવશે. ધોની આ વીડિયોમાં મસ્તી મુડમાં સ્નીકર્સ ચોકલેટની એડ બિહારી ભાષામાં કરી છે. આ દરમ્યાન ધોનીએ ફિલ્મ બાહુબલીના કટપ્પાનો ડ્રેસ પહેર્યો છે.