પાર્ટનર સાથે રોમાંસ વધારવા માટે આ છે આવશ્યક ટિપ્સ

26 Sep, 2015

 લગ્ન બાદ દંપતિનું જીવન ખાસ કરીને એક રૂટિન બની જતું હોય છે. ઘડિયાળના કાંટા પ્રમાણે તેમનું જીવન કામ કરતું રહે છે. તેના કારણે ક્યારેક સંબંધોની મીઠાશ ખોવાઇ જાય છે. જો તમારે તમારા સંબંધને મજબૂત બનાવી રાખવો છે તો તમારે તેના માટે અરસપરસના ક્લેશને શાંત કરવો અને સાથે જ તેમાં રોમાન્સને ઉમેરીને તેને મલમ બનાવવાની કોશિશ કરતા રહેવું જોઇએ. સંબંધ કેટલો પણ જૂનો કેમ ન હોય, તમે તમારા પ્રાઇવેટ પળોને કેમેરામાં અવશ્ય કેદ કરો. તે તમારા માટે એક યાદગાર ગિફ્ટ બની શકે છે. તે તમારા રોમાંસ અને પ્રેમને વધારવાને માટેની કડી છે. 

 
પર્સનલ રિલેશનને આપો મહત્વ
લગ્નના કેટલાક સમય બાદ ખાસ કરીને તમે ઘરની જવાબદારીઓમાં ખોરવાઇ જાવ છો અને સાથે જ તમે તમારા સંબંધને અને જરૂરિયાતોને ભૂલી જાવ છો. ભલે તમે શરૂઆતમાં આ વાતને ન જાણી શકો પણ થોડો સમય વીતતાની સાથે તમારી રોમેન્ટિક લાઇફ પૂરી થઇ જાય છે અને સાથે તમે તમારા ફેમિલિને માટેના બનીને રહી જાવ છો.  તમારા સંબંધને જાળવી રાખવા અને તેમાં રોમાન્સને વધારી રાખવાને માટે તેમાં અંતર ન આવે તેનું ખાસ ધ્યાન રાખો. ડાયનેમિક રોમાન્સ તમારા ખરાબ થતાં સંબંધને જાળવી રાખવામાં તમારી મદદ કરી શકે છે.
 
બેડરૂમ પળોને બનાવો  ખાસ
તમારા લગ્ન થઇ ગયા છે તો તમે વધારેમાં વધારે સમય તમારા સાથીને અને તમારા બેડરૂમને આપો. ત્યાં ફક્ત આનંદનું વાતાવરણ રહેવા દો અને વારેઘડીએ તમારા બેડરૂમને મેકઓવર કરતા રહો. સુંદર પડદા લગાવો અને સાથે બેડશીટ અને પિલો કવર પણ બદલો. તાજા ફૂલ રૂમની સુંદરતાને પણ વધારી શકે છે. તેનાથી તમારી અરસપરસની સમજ અને સાયુજ્ય વધારે સારી રીતે કેળવી શકાય છે.
 
પાર્ટનરની પસંદગી અનુસાર કરો શોપિંગ
પતિદેવ સાથે શોપિંગ પર જાઓ અને તેમની સાથે રહીને શોપિંગની કળા શીખો. તમે જેમને શોપિંગને માટે કંજૂસ સમજો છો તે પુરુષો ખરેખર તો શોપિંગને માટે ખૂબ જ ઉદાર હોય છે. તેમને શોપિંગ પસંદ પણ હોય છે. જ્યારે પણ ઘર માટે કે બાળકો માટે શોપિંગ કરવાની હોય તો પતિઓને મોકલી શકો છો. માર્કેટ મોકલી રહ્યા હોવ તો પોતાના વિશે કંઇ ન મંગાવશો નહીં તો તમારે નિરાશ થવું પડે તેવી સ્થિતિ પણ આવી શકે છે. પુરુષોને પોતાના કરતાં પરિવારને માટે શોપિંગ કરવાની વધારે મજા આવે છે.
 
પાર્ટનર પર રાખો ભરોસો
લગ્ન જીવનમાં રોમાંસ ત્યારે જ પરફેક્ટ ગણાય છે જ્યારે કપલ્સની વચ્ચે પ્રેમ હોય. મહિલાઓ એમ માને છે કે પ્રેમ અને સંબંધમાં ભરોસાની ભાવના હોવાના કારણે યુવતીઓ સેક્સમાં શારીરિક રીતે વધારે ક્રિયાશીલ જોવા મળે છે. તેના કારણે તેમના તન અને મન બંને ખુશ રહે છે. તેઓ માને છે કે પરફેક્ટ રોમાંસમાં આ બાબત પણ મહત્વની છે. 
 
પતિની હાજરીને આવકારો
જ્યારે તમારા પતિ કિચનમાં આવે છે તો તેમની હાજરીને આવકારો. જો તેમને સલાડ સુધારવું કે પૂરી તળવું ગમે છે તો તેમને તે કામ કરવા દો. કેટલીક મહિલાઓને પતિના રસોઇમાં આવવાથી તકલીફ રહે છે. તેમને લાગે છે કે પતિના કિચનમાં રહેવાથી તેમનો સામાન વિખેરાઇ જાય છે અને કામ ઓછું અને વાતો વધારે થાય છે. આ વાત દરેક પુરુષો પર સમાન રીતે લાગુ પડતી નથી. જાણવાની કોશિશ કરો કે પતિને ખરેખર કિચનમાં રસ છે અને સંડેના દિવસે તમે કિચન તેમને સોંપી શકો છો. તેમના હાથથી બનેલા ફ્રેન્ચ રાઇસ અને પનીર કોફ્તા તમારી રસોઇને પણ માત આપી દે છે.