લૉ સ્પીડ સ્માર્ટફોનને આવી રીતે કરો ફાસ્ટ, અપનાવો આ 5 ટ્રિક્સ

04 Oct, 2015

 આજકાલ દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોન યૂઝર્સની સામે કેટલીક સમસ્યાઓ પણ આવે છે, તેમાં સૌથી મોટી સમસ્યા સ્માર્ટફોનની સ્પીડમાં ઘટાડો થવાની છે. સ્માર્ટફોન યૂઝર્સની હંમેશા ફરિયાદ હોય છે કે ફોનની સ્પીડ ઘટી જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોય તો ગભરાશો નહીં. divyabhaskar.com તમને બતાવી રહ્યું છે સ્લો સ્માર્ટફોનને ફાસ્ટ કરવા માટેની 5 આસાન ટિપ્સ અને ટ્રિક્સ વિશે. 

 
1. એનિમેટેડ વૉલપેપરને દૂર કરો 
 
સ્ટેપ્સ
1. આ માટે તમારે તમારા ફોનના સેટિંગ્સમાં જવું પડશે. 
2. ત્યાર પછી Developer Optionsમાં જઇને (જો તમે સેમસંગ ગેલેક્સી સીરીઝનો ફોન વાપરતા હોય તો બની શકે કે તમારા ફોનમાં Developer Options અનલૉક ના હોય.)
3. અહીં ગયા પછી તમારે Window animation scale અને Transition animation scale ઓપ્શન જોવા મળશે. 
4. આ ઓપ્શનને 0.5x પર સેટ કરી દો. અહીં 0.5xથી વધુ પર સેટ કરવાથી તમારા ફોનની સ્પીડ વધી જશે.
 
2. Widgets બંધ કરી દો 
 
સ્ટેપ્સ 
Widgets ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરીને તમને લાઇવ અપડેટ્સ આપતા રહે છે. જેના કારણે ફોન સ્લો કામ કરવા લાગે છે. સાથે આ બેટરીનો પણ વધુ યૂઝ કરે છે. જો તમારે લાઇવ અપડેટ્સની જરૂર ના હોય તો આને ફોનની સ્ક્રીન પરથી રિમૂવ કરી શકો છો. આને ડ્રેગ કરીને DELETE કરી શકાય છે. આમ કરવાથી સ્માર્ટફોનની સ્પીડમાં વધારો થાય છે. 
 
3. બેકગ્રાઉન્ડ પ્રોસેસ 
 
સ્ટેપ્સ 
એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં એપ્સ ઓટોમેટિકલી અપડેટ થયા કરે છે. બેકગ્રાઉન્ડ પ્રોસેસ ચાલતી જ રહે છે. જેના કારણે ફોન સ્લો થાય છે અને બેટરી પણ વધુ યૂઝ થાય છે. 
 
1. આના માટે તમારે ફોનના સેટિંગ્સમાં જવું પડશે. 
2. ત્યારપછી Developer Optionsમાં જવું પડશે. 
3. આમાં Limit background processes ઓપ્શન પર જાવ અને અહીં 1 અથવા 2 પ્રોસેસને સિલેક્ટ કરો. 
 
4. પાવર ઓફ 
 
અઠવાડિયામાં ઓછામાં ઓછો એકવાર ફોનને રિસ્ટાર્ટ કરવો જરૂરી છે આમ કરવાથી ફોનની કેસે ક્લિયર થઇ જાય છે. ફોનમાં ઇન્ટરનેટ વાપરવાથી કેટલાય જંક ફાઇલ્સ ફોનમાં સેવ થઇ જાય છે, આના કારણે ફોનની સ્પીડ ઓછી થઇ જાય છે. રીસ્ટાર્ટ કરવાથી ફોનની આ સમસ્યા ખતમ થઇ જાય છે અને સ્પીડમાં વધારો આવે છે. 
 
5. કસ્ટમ લૉન્ચર્સ 
 
એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પ્લે સ્ટોર પર કેટલીય લૉન્ચર એપ્સ ઉપલબ્ધ છે અને યૂઝર્સ તેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે. આમાંથી એપેક્સ લૉન્ચર વાપરવા માટે એકદમ સરળ અને ઇફેક્ટિવ છે. લૉન્ચર તમારા ફોનમાં એપ્સને ઓર્ગેનાઇઝ કરતું રહે છે અને તેનાથી ફોનની સ્પીડમાં વધારો થાય છે.