ઘરે બનાવો કેમિકલ ફ્રી સ્પ્રે અને એર ફ્રેશનર, મેળવો 100 % નેચરલ ફિલ

26 Sep, 2015

 પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઓફિસમાં કામ કરતા હોઇએ કે પછી જાહેર સ્થળો પર આપણે સતત બેક્ટેરિયા, કિટાણું અને ઘણીવાર દુર્ગંધના સંપર્કમાં આવતા હોઇએ છીએ. તેથી દરેક વ્યક્તિએ પોતાની હેલ્થ જાળવી રાખવા માટે હાઇજેનિક રહેવું જોઇએ. Fashion101.in અહીં તમને જણાવી રહ્યું છે કેટલીક અગત્યની ચીજવસ્તુઓ વિશે જેને તમે ઘરે જ બનાવી શકો છો. તમારાં પર્સમાં ઘરે બનાવેલી સેનિટેશન વસ્તુઓને રાખવાનો આગ્રહ રાખો. 

એન્ટિબેક્ટેરિયલ સ્પ્રે - તમે તમારો પોતનો એન્ટિબેક્ટેરિયલ સ્પ્રે બનાવી શકો છો, જે બજારમાં મળતા સ્પ્રે જેટલો જ અસરકારક હોય છે. તમે તેનો ઉપયોગ ટોયલેટ, ફોન, કોમ્પ્યુટર કી-બોર્ડ અને માઉસ, ટીવી રિમોટ, ચશ્મા અને બીજી ઘણી વસ્તુઓ સાફ કરવા માટે કરી શકો છો. સૌપ્રથમ અડધો કપ વ્હાઈટ વિનેગરને ત્રણ કપ પાણીમાં ઉમેરો. ત્યારબાદ તેમાં 15 ટીપાં શુદ્ધ લૅવિન્ડર અથવા તો ટી-ટ્રી ઈસેન્શયલ ઓઈલ ઉમેરો. તેને સ્પ્રે બોટલમાં ભરીને, ઈચ્છો ત્યારે ઉપયોગ કરો. (અહીં ક્લિક કરીને જાણો કડવા લીમડાના બ્યૂટી ફાયદા વિશે).

હેન્ડ સેનિટાઈઝર - આ વસ્તુ હાથને કિટાણું મુક્ત રાખવા માટેનો બેસ્ટ ઓપ્શન છે. ખાસ કરીને પ્રવાસ દરમિયાન. બજારમાં જે પ્રોડક્ટ્સ મળે છે તેમાં વધારે માત્રામાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આથી સમય આવી ગયો છે, ઘરે બનાવેલા નેચરલ સેનિટાઈઝર્સનો ઉપયોગ કરવાનો. તેના માટે એક ચમચી હેઝલ (બદામ જેવું એક ફળ)ની ડાળખીઓમાં બે ચમચી શુદ્ધ એલોવેરા જેલ, 2 ચમચી વિટામિન ઈનું તેલ અને 10 ટીપાં શુદ્ધ લૅવિન્ડર અથવા તો ટી-ટ્રી ઈસેન્શયલ ઓઈલ ઉમેરો. વિટામિન ઈનું તેલ આ સેનિટાઈઝરને સાત મહિના સુધી સુરક્ષિત રાખવાનું કામ કરે છે. (અહીં ક્લિક કરીને જાણો કેવી રીતે અરોમા તેલથી સ્કિનને હેલ્ધી બનાવશો).

એર ફ્રેશનર - રૂમમાં ફ્રેશ સુગંધ આપવા માટે તમારો પોતાનો રૂમ મિસ્ટ બનાવો. તેની માટે સ્પ્રે બોટલને એક કપ ફિલ્ટર પાણીથી ભરો. તેમાં ગમતા સુગંધવાળા તેલના 12 થી 15 ટીપાં ઉમેરો. અથવા તો અડધો કપ પાણી અને અડધો કપ વોડકા મિક્ષ કરો. ત્યારબાદ તેમાં ગમતા સુગંધવાળા તેલના ટીપાં ઉમેરો. આમ કરવાથી તે લાંબા સમય સુધી ટકી રહેશે. 

ફેસિયલ વાઈપ્સ - આપણે મોટભાગે ફેસિયલ વાઈપ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ખાસ કરીને ઉનાળામાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને, કોલેજ કે ઓફિસે જઈ રહ્યા હોઈએ ત્યારે. તેને બનાવવા માટે, ગમતી સુગંધવાળા તેલમાં રોઝ વોટર અથવા તો કોકોનટ વોટર ઉમેરો. તેમાં પેપર ટુવાલ પલાળી દો. ત્યારબાદ જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો. (તમારો પોતાનો ફેસ મિસ્ટ કેવી રીતે બનાવવો, તે જાણવા માટે અહીં ક્લિકકરો).

 


માઉથ સ્પ્રે - એક કૂલ અને ફ્રેશ મોઢાની સુગંધ કોને પસંદ ના હોય? તમારે એક નેચરલ માઉથ સ્પ્રેની જરૂર છે, જેમાં કોઈપણ પ્રકારના બિનજરૂરી કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોય. તેના માટે પા કપ ગરમ પાણી લો, તેમાં થોડુંક મધ ઉમેરીને બરાબર મિક્ષ કરો. હવે તેમાં 10 ટીપાં પેપરમિન્ટ ઈસેન્શ્યલના ઉમેરો. હવે આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લો. આ ખરેખર એક સરળ ઉપાય છે.