દયા ભાભીની થઇ ગઇ છુટ્ટી, હવે આ એકટ્રેસ બનશે દયા ભાભી

14 Mar, 2018

 સબ ટીવીનો પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા ભાભીનો અભિનય કરનાર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. હવે સમાચારની પુષ્ટિ થઇ ગઇ છે કે દયાબેનનો અભિનય કરવાવાળી દિશા વાકાણીએ શોને બાય બાય કહી દીધું છે. સુત્રોની માનીએ તો દયાબેનનો અભિનય માટે હવે આ એક નવી એકટ્રેસનું નામ સામે આવ્યું છે. આ એકટ્રેસ છે જીયા માણિક, જી હાં... તે જીયા માણિક જે ગોપી વહુના નામથી પણ જાણવામાં આવે છે.

સાથ નિભાના સાથિયા સિવાય જીયા માણિક ટીવી શો જીની અને જુજુમાં પણ કામ કરી ચુકી છે. આ શોમાં તે કોમેડિયન અલી અસગરની સાથે નજર આવી હતી. જીની અને જુનુમાં પણ જીયાની કોમેડીને બધાએ પસંદ કરી હતી. હવે તો એ જોવાનું છે કે દયાબેનનો અભિનયથી જીયા દર્શકોના દિલમાં જગ્યા લઇ શકે છે અને દર્શક તેને આ અભિનયમાં પસંદ કરશે ?