Entertainment

દાંપત્યજીવનમાં પ્રેમને પુનઃજીવિત કરવા માટે અપનાવો આ 4 સદાબહાર ટિપ્સ!

 ભલે રોજબરોજની ભાગદોડમાં એ વિચારવાનો પણ સમય ના મળતો હોય કે પ્રેમ કયા ખૂણામાં દબાઈ ગયો છે, પરંતુ તેને જતાવવાનો એક નાનામાં નાની તક પણ હાથમાંથી જવા ન દો. વધુ કંઈ જ નહીં, નીકળતી વખતે કોઈક મધુર ઉદગાર વ્યક્ત કરીને નીકળો. આંખોમાં ને આંખોમાં કંઈક વ્યક્ત કરવાની આદત પાડી દો. પછી જુઓ, આ બધી વાતોથી આપનો મંદ પડેલો પ્રેમ પુનઃ જીવિત થઈ જશે.

 
કમ્યુનિકેશન જાળવી રાખો
 
સમયના અભાવને કારણે હવે સંબંધોમાં કમ્યુનિકેશન મોટાભાગે ફોન કે નેટ થકી થવા લાગ્યું છે. સંબંધોને જીવંત રાખવા માટે તેમાં નિરંતર કમ્યુનિકેશન થવું બહુ જ જરૂરી છે. બીજું કંઈ નહીં તો દિવસ દરમિયાન એકાદ બે વાર ફોન કરીને સાથીના હાલચાલ પૂછો. એનાથી આપની વાતચીત જળવાઈ રહેશે અને બંને એકમેકની નજીક પણ રહેશો. જિંદગીમાં જે પળ મળે એનો ફાયદો ઉઠાવવાની તક બિલકુલ ન છોડો.
 
વ્યક્ત કરો
 
મનની વાત મનમાં જ દબાવી રાખવી એ સંબંધોની સહજતા માટે મુશ્કેલીરૂપ છે. કેટલીક વાર લાંબો સમય ગુજારવા છતાં પતિ નથી જાણતો કે તેની પત્નીને શું પસંદ છે અને શું નાપસંદ? જ્યાં સુધી તમે જણાવશો નહીં, સામેવાળો તમારા દિલની વાતને કેવી રીતે જાણી શકશે? પતિને શું જોઈએ એ વાતો તેઓ સરળતાથી જાણી લેશે, પણ તેમની પસંદ-નાપસંદ વ્યક્ત કરતા અચકાશે. પતિ-પત્નીના સંબંધો બહુ જ ગાઢ અને નજીકના સંબંધો હોય છે જેમાં પારદર્શકતા જરૂરી છે. તમારા બંને વિશે તમને બંનેને બધી જ વાતો ખબર હોવી જોઈએ જેથી સંબંધો મધુર બની રહે.
 
સહયોગ આપો
 
હવે પહેલાં જેવું વાતાવરણ નથી રહ્યું, જીવનશૈલી પણ હવે એવી નથી રહી. આજકાલ પતિ-પત્ની બંને કામકાજી હોય છે. પરિવાર પણ સંયુક્ત હોવાને બદલે વિભક્ત અને એકલા થઈ ગયા છે. એવા સમયે પારિવારિક જવાબદારીઓને નિભાવવી કોઈ એકના વશમાં નથી. આવા સમયે ખૂબ જરૂરી છે કે, તમે પત્નીનાં કામોમાં પૂર્ણ સહયોગ આપો. જો તે સવારે ભોજન બનાવી રહી હોય તો તેમાં તેને નાની નાની જરૂરી હેલ્પ કરો.
 
વીકએન્ડ મનાવો
 
સપ્તાહનો અંત એટલો ખુશનુમા હોવો જોઈએ કે આવતા સપ્તાહે પણ તેનો પહેલાંથી જ ઇંતજાર કરે. આ સમય માત્ર તમારા બંનેનો એકબીજા માટે જ હોવો જોઈએ. કોશિશ કરો કે અઠવાડિયા દરમિયાન ઉદભવતી કમીને આ એક દિવસમાં જ પૂરી કરી શકીએ.
 
વિવાહ એક જુગાર છે, તમે કેટલીય સજાગતા કે દેખભાળ રાખીને કર્યા હોય તો પણ સો ટકા સફળતાની કોઈ ગેરંટી હોતી નથી, પરંતુ કેટલાંક પ્રયાસ એવા છે જેને પતિ-પત્ની બંને મળીને કરે અને થોડું ધ્યાન આપે તો ઘણી હદ સુધી પોતાના દાંપત્યને ખુશખુશાલ બનાવી શકે છે.

Loading...
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post