પતિ-પત્નીની વચ્ચેના તણાવનો ઓછો કરવામાં મદદ કરશે આ આસાન 9 ટિપ્સ

21 Nov, 2015

 બેડરૂમ આપણા ઘરનો સૌથી મહત્વનો ભાગ હોય છે, કારણ કે અહીં જ આપણા જીવનનો મોટા ભાગનો સમય પસાર થતો હોય છે. ઘણીવાર બેડરૂમ કે પલંગ વાસ્તુની વિરુદ્ધ હોવાને કારણે તેની અસર આપણી કાર્યક્ષમતા અને પતિ-પત્નીના સંબંધો ઉપર પણ પડી શકે છે.

 
જો વાસ્તુ પ્રમાણે બેડરૂમમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવામાં આવે કે કેટલીક ટિપ્સ અપનાવવામાં આવે તો પતિ-પત્નીની વચ્ચે વિવાદ થવાની સંભાવનાઓ ખૂબ જ ઘટી જાય છે અને તેમને પ્રેમ ટકી રહે છે. આ વાસ્તુ ટિપ્સ આ પ્રકારે છે-
 
1-બેડરૂમમાં બારીઓ જરૂર હોવી જોઈએ. સવારે સૂર્યની કિરણ બેડરૂમમાં પ્રવેશ કરે તો સ્વાસ્થ્ય સારું રહે છે. ક્યારેય પણ મેન ગેટ તરફ પગ કરીને ન સૂવો. બેડરૂમમાં દર્પણ એવી જગ્યાએ લગાવવો જોઈએ, જેમાં પલંગ દેખાતો ન હોય.
 
2-પતિ-પત્નીના પ્રતીકના રૂપમાં બેડરૂમમાં બે સુંદર સજાવટી કૂંડા ચોક્કસ રાખો. તેનાથી તમારું લગ્ન જીવન સુખમય બને છે.
 
3-પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધારવા માટે બેડરૂમને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં કાચ કે સિરામિક પોટમાં નાના-નાના પત્થર કે ક્રિસ્ટલ નાખી લાલ રંગની બે મીણબત્તી પ્રગટાવો. તેનાથી રૂમમાં પોઝિટિવ એનર્જી બની રહેશે.
 
4-બેડરૂમમાં પલંગ દક્ષિણ દિશામાં રાખવો જોઈએ અને સૂતી વખતે માથુ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. જો એવું ન કરી શકતા હોવ તો પશ્ચિમ દિશામાં પલંગ રાખી શકાય છે. આ સ્થિતિમાં સૂતી વખતે માથુ પૂર્વ તરફ અને પગ પશ્ચિમ તરફ રાખવા જોઈએ.
 
5-વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂર્વ તરફ અને ઉત્તર તરફ પગ રાખીને સૂવાનું સારું માનવામાં આવેં છે. દક્ષિણ તરફ પગ રાખીને ક્યારેય સૂવું ન જોઈએ. દક્ષિણ તરફ પગ રાખીને સૂવાથી ઊંઘ સારી નથી આવતી અને ખરાબ સ્વપ્ન પણ આવે છે.
 
6-બેડરૂમ સજાવીને રાખો, ત્યાં નકામી વસ્તુઓ, પસ્તી વગેરે જમા ન થવા દો. ધ્યાન રાખો કે ત્યાં સાઈડ ટેબર ઉપર કોઈપણ વસ્તુ ધૂળ ભરેલી કે વિખેરાયેલી ન હોય. પ્રેમ વધારવા માટે સિરામિક ઉપર બનેલ વિન્ડ ચાઈમ્સ પણ બેડરૂમમાં લગાવી શકે છે.
 
7-બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ ક્યારેય પણ બારીની પાસે ન રાખવું જોઈએ, એમ કરવાથી વાસ્તુની દ્રષ્ટિએ ખોટું માનવામાં આવે છે.
 
8-પતિ-પત્ની વચ્ચે પ્રેમ ટકાવી રાખવા માટે બેડરૂમમાં લવ બર્ડની તસવીર કે મૂર્તિ પણ રાખી શકાય છે. બેડરૂમાં આ વાતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે ત્યાં પાણી કે ઝરણાની તસવીર ન હોય.
 
9-બેડરૂમના દક્ષિણ-પશ્ચિમમાં ક્રિસ્ટલ ગ્લાસના બનેલ લેમ્પનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં લાલ બલ્બ લગાવો. આ ખૂબ જ સારો ઉપાય છે. બેડરૂમના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં હંમેશા પૃથ્વી કે અગ્નિ સાથે જોડાયેલ રંગોનો જ ઉપયોગ કરવો જોઈએ. લાલ રંગ રોમાન્સને દર્શાવે છે. જો તેનો ઉપયોગ વધુ ઘાટ્ટો હોય તો ગુલાબી રંગ કરાવી દો.