કપડાં પણ ખરાબ કરી શકે છે તમારી સેક્સ લાઇફ, બચો આવી ભૂલોથી

18 Jan, 2016

 તમે તમારાં પાર્ટનર કે બોયફ્રેન્ડની સાથે એક રોમેન્ટિક ડેટ પર ગયા છો અને તેમના ઘરે પણ રોકાવાનો પ્લાન હોય, તો ચોક્કસથી તમે તમારાં ફેવરિટ લક્ઝરી બ્રાન્ડ્સના હાઇ હિલ્સ બૂટ્સ પહેર્યા હશે. પરંતુ શું તમે કિંસિંગથી સહેજ આગળ વધી રહ્યા છો? તે સમયે તમારાં માટે બૂટ્સ ઉતારવા સરળ રહેશે? આ સમયે શક્ય છે કે બૂટ્સ અથવા આ પ્રકારના કપડાં તમારાં હોટ મૂડને ખરાબ કરી દે. આ પ્રકારની ડેટ્સમાં અમુક આઉટફિટ્સ તમારે ચોક્કસથી ટાળવા જોઇએ.

 
જીન્સ 
જીન્સ સામાન્ય રીતે કમ્ફર્ટેબલ હોય છે અને આખો દિવસ તમે આરામથી પહેરી શકો છો. પરંતુ બોયફ્રેન્ડની સાથે હોવ ત્યારે જીન્સ દરેક સંજોગો માટે યોગ્ય નથી. જો તમારાં બોયફ્રેન્ડની સાથે રોમેન્ટિક મૂડમાં હોવ તો, જીન્સ મુશ્કેલી બની શકે છે. વિચારો, કે તમારો બોયફ્રેન્ડ સ્કિની જીન્સને કાઢવાની કોશિશ કરી રહ્યો છે અને જીન્સ ખુલવાનું નામ જ નથી લઇ રહી! એવા સંજોગોમાં જીન્સનો આઇડિયા ડ્રોપ કરવાનો ઓપ્શન જ બેસ્ટ છે. 
 
થાઇ હાઇ બૂટ્સ 
ઘણીબધી સ્ટ્રાઇપ્સ અને લેસવાળા સેન્ડલ્સ, લેધર અથવા થાઇ હાઇ બૂટ્સ જેવી ચીજો તમને સ્ટાઇલિશ બનાવી શકે છે, પરંતુ તમારાં બોયફ્રેન્ડનો મૂડ ખરાબ કરી શકે છે. તેને ખોલવામાં સમય લાગે છે, તેથી વાત જ્યારે રોમેન્ટિક મૂડની થઇ રહી હોય ત્યારે આ પ્રકારના ફૂટવેરથી દૂર જ રહો.
 
લેયરિંગ 
ડેટ નાઇટ માટે સૌથી ખરાબ આઇડિયા છે લેયરિંગ, જો તમને વધારે ઠંડી લાગતી હોય તો ઓવરકોટ પહેરો. પરંતુ થર્મલ કોટ, તેના ઉપર શર્ટ અને તેના ઉપર સ્વેટર, આખી રાતની મજા બગાડી શકે છે. વળી, આટલા બધા લેયર્સ જોઇને તમારાં પાર્ટનરનો મૂડ પણ ખરાબ થઇ જશે.
 
ડાર્ક લિપસ્ટિક 
તમારાં બોયફ્રેન્ડને કિસ કરતી વખતે તમને યાદ નહીં રહે, કે તમે ડાર્ક કલરની લિપસ્ટિક લગાવી છે. કિસ કર્યા બાદ જ્યારે તમે તમારાં બોયફ્રેન્ડની સામે જોશો તો તે હોટ લાગવાના બદલે લિપસ્ટિક માર્કથી જોકર દેખાશે. એવામાં સેક્સી મૂડ બનાવવાને બદલે ફની થઇ જશે. તેથી એક્શન મૂડ દરમિયાન ડાર્ક લિપસ્ટિકથી તો દૂર જ રહો. 
 
હેવી જ્વેલરી 
તમારાં ગળાના ભાગે પાર્ટનર કિસ કરી રહ્યો હોય તે દરમિયાન તમારો નેકલેસ તેના મોંઢામાં જતો હોય, આ સીન તમને ચોક્કસથી પસંદ નહીં આવે. તેથી તમારી હેવી જ્વેલરીને પાર્ટીઝ માટે બચાવીને રાખો. 
 
પેન્સિલ સ્કર્ટ 
અમે જાણીએ છીએ કે પેન્સિલ સ્કર્ટ તમારાં ફિગરની સાથે સાથે તમને સ્લિમ અને સેક્સી લુક આપે છે. પરંતુ તેને ઉતારવામાં પણ એટલી જ મુશ્કેલી થાય છે. ખાસ કરીને જ્યારે તમે કાર અને કોઇ ઓછી જગ્યાએ કંઇ કરવા જઇ રહ્યા છો, તો તેને કાઢવામાં પરેશાની થાય છે. આ સિવાય લેધરથી પણ દૂર રહો. 
 
Corset અને ટમી પર ચોંટી ગયેલા ટોપ્સ 
જો તમે તમારાં બોયફ્રેન્ડની સાથે ટમી-ટકર અને બોડીકૉન ડ્રેસમાં કોઇ આલિશાન રેસ્ટોરાંમાં જઇ રહ્યા છો, તો આ પ્રકારના કપડાં સારો આઇડિયા નથી. આ આઉટફિટ્સને કાઢવામાં સમય બરબાદ થાય છે. સાથે સાથે મલ્ટિપલ લેસિસથી ભરેલા Corset ટોપ પણ ના પહેરવા જોઇએ, કારણ કે તેને ઉપરવા માટે એક એક લેસ ખોલવા પડે છે. 
 
બટન્સવાળા આઉટફિટ્સ 
ફિલ્મોમાં જોઇને તમને લાગે છે કે, બટન ખોલવાની પ્રક્રિયા ખુબ જ સેક્સી હોય છે. પરંતુ હકીકતમાં બટન ખોલવામાં વધારે સમય બરબાદ થાય છે, જે તમારાં બોયફ્રેન્ડના મૂડને ખરાબ કરી શકે છે. અમે તમને બટનને બદલે ઝિપ્ડ ડ્રેસ પહેરવાની સલાહ આપીશું. તે ખૂલવામાં સરળ અને ઝડપી હોય છે, વળી તમને સેક્સી લુક પણ આપશે. તો બટન આઉટફિટ્સ મૂવી માટે રહેવા દો, તેને પ્રેક્ટિકલ લાઇફમાં ઉપયોગ ના કરો. 
 
પિન્સ 
જે કપડાંમાં ઘણી બધી પિન્સ હોય, તેને તમારી ડેટ નાઇટ માટે બિલકુલ પસંદ ના કરો. પછી તે સાડી હોય કે ડ્રેસ, જેમાં પીન લગાવવાની જરૂર પડતી હોય. હવે તમે એ તો બિલકુલ જ નહીં ઇચ્છો કે, આ પ્રકારના મૂડમાં બોયફ્રેન્ડને તે પિન વાગી જાય, તેથી આ પ્રકારની પરિસ્થિતિથી બચવા માટે પિન્સથી દૂર જ રહો.