મિસલ પાવ: બની ચૂકી છે દુનિયાની ટેસ્ટી અને વેજિટેરિયન ડિશ વિકેન્ડ માં બનાવો

06 Jun, 2015

 મિસલ પાવ ખાસ કરીને મહારાષ્ટ્રની ફેવરિટ ડિશ ગણવામાં આવી રહી છે. મિસલ પાવને માટે મુંબઇની આર્શિવાદ રેસ્ટોરન્ટને global Foodie Hub Awards લંડનમાં મળ્યો છે. અહીં રોજ લગભગ 400 પ્લેટ જેટલા મિસલ પાવ સર્વ કરવામાં આવે છે અને રેસ્ટોરન્ટને લગભગ રૂ. 19000ની રોજની કમાણી મિસલ પાવને કારણે થાય છે. મુંબઇના દાદર વિસ્તારમાં ફૂડ લવર્સને માટેના બેસ્ટ મિસલ પાવ મળે છે. મિસલ એક સ્પાઇસી કરી હોય છે અને તેમાં બિન્સ અને વટાણાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં બાફેલા બટાકાને ફરસાણ અને ડુંગળીથી ગાર્નિંશ કરીને પીરસવામાં આવે છે. 

 
મિસલ પાવમાં અનેક પ્રકારની વેરાયટી મળી રહે છે. જેમકે દહીં મિસલ, સેલ મિસલ જેમાં સેવનું મહત્વ વધારે રહે છે. મહારાષ્ટ્રિયનોને માટે આ એક પરફેક્ટ બ્રેકફાસ્ટ છે. આ સિવાય પુનાના પુનેરી મિસલ, નાગપુરના નાગપુરી મિસલ અને કોલ્હાપુરી મિસલ પણ પ્રચલિત છે. 
 
આ રીતે બનાવો મિસલ પાવ
 
સામગ્રી (ઉસળને માટે)

મોઠ - 3 કપ, બટાકા - 2 નાના સુધારેલા, ડુંગળી - બારીક સુધારેલી, લીલા મરચાં - 1 બારીક સુધારેલા, આદુની પેસ્ટ - એક નાની ચમચી, રાઇ - 1 નાની ચમચી, જીરુ - 1 નાની ચમચી, લીમડો - 5પાંદડા, ગરમ મસાલો - 1 નાની ચમચી, લાલ મરચું - અડધી ચમચી, હળદર - અડધી ચમચી, ધાણાજૂરું- 1 નાની ચમચી, જીરુ પાવડર - 1 નાની ચમચી, આમલી - પાણીમાં પલાળેલી અને ગાળેલી અડધી ચમચી, પાણી - 1કપ, તેલ - 3 મોટા ચમચા, મીઠું - સ્વાદ અનુસાર
 
મિસલ પાવને માટે
બ્રેડ પાવ - 8, ડુંગળી - 1 બારીક સુધારેલી, ટામેટા - 1 બારીક સુધારેલા, સેવ -1 કપ, લીંબુ -1 સુધારેલું, લીલો ધાણો - અડધો કપ
પ્રેશર કુકરમાં મોઠ, સુધારેલા બટાકા, હળદર અને પાણી નાંખીને  3 સીટી આવવા સુધી ચઢાવો. એક પેનમાં તેલ ગરમ કરો અને સાથે જીરું અને રાઇનો વઘાર કરો. તેમાં ડુંગળી નાંખીને તેને સોનેરી થવા સુધી શેકો. લીમડાના પાન, આદુ, લસણની પેસ્ટ અને લીલા મરચાંની સાથે તેને પકવો. હળદર, જીરુ, લાલ મરચું અને ગરમ મસાલો મિક્સ કરો અને પાણી નાંખો. આમલીનું પાણી નાંખીને 2-3 મીનીટ પકવો. તેમાં મોઠ અને બટાકા મિક્સ કરો અને 1 કપ પાણી નાંખીને મીઠું નાંખીને 8-10 મીનિટ સુધી ધીમાં ગેસે પકવો.
 
મિસલ પાવ સર્વ કરવાને માટે 
ડુંગળી, ટામેટાને બારીક સુધારી લો. ઉસળને એક બાઉલમાં કાઢો અને સાથે સુધારેલી ડુંગળી અને ટામેટાને ઉપરથી નાંખીને સર્વ કરો. લીબુંનો રસ અને કોથમીર, સેવથી ગાર્નિશ કરો અને સાથે તેને પાવની સાથે સર્વ કરો.