ધનિકો માટે બને છે આ ફ્લૉટિંગ વિલા, બેડરૂમ હશે પાણીની અંદર

07 May, 2016

 દુબઇમાં દુનિયાની એક અનોખી ફ્લૉટિંગ વિલા તૈયાર થઇ રહી છે, તેના નવા ફોટોઝ આજકાલ વાયરલ થયા છે. આ વિલા મોટા ધનિકો માટે બનાવવામાં આવી રહી છે, માહિતી પ્રમાણે વિલાનો અડધો ભાગ પાણીની ઉપર તરતો રહેશે અને અડધો પાણીની અંદર ડુબેલો. દુબઇમાં આવી 131 વિલા બનાવવામાં આવી રહી છે, જેમાં દરેક વિલાની કિંમત 21 કરોડ હશે અને 2018 સુધીમાં બનીને તૈયાર પણ થઇ જશે.

 
* ફ્લૉટિંગ વિલામાં શું હશે ખાસ 
 
વિલાના બેડરૂમમાંથી ફિશ એક્વેરિયમ જેવો લૂક જોવા મળશે. આમાં દુનિયાનો પહેલો લક્ઝરી હૉમ હશે, જેનો બેડરૂમ પાણીમાં ડુબેલો હશે. આમાં ત્રણ લક્ઝરિઅસ ફ્લૉર આપવામાં આવશે. સાથે સાથે આને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ પણ કરી શકાશે. 
 
- આ ફ્લૉટિંગ વિલાને ક્લેનડેન્સ્ટ ગ્રુપ નામની કંપની વર્લ્ડ આઇલેન્ડ પ્રોજેક્ટના અંતર્ગત તૈયાર કરી રહી છે.
 
* ક્યાંથી આવ્યો આ આઇડિયા 
 
ઘરની અંદર એક બીચ જેવું પણ બનાવવામાં આવશે જેમાં બેસીને તમે ઘર અને સમુદ્રને નિહાળી શકશો. આ આઇડિયા પહેલીવાર ગયા વર્ષે માર્ચ મહિનામાં યોજાયેલા દુબઇ ઇન્ટરનેશનલ બૉટ શૉમાં બહાર આવ્યો હતો. કંપનીનો દાવો છે કે, આ ફ્લૉટિંગ લક્ઝરિઅસ વિલાની જાહેરાતના સાથે જ કતાર, સાઉદી અરેબિયા, સ્વીડન અને પોર્ટુગલ જેવા દેશોના લોકો આને ખરીદવામાં રૂચિ દર્શાવી રહ્યાં છે.
 
* સ્પેશ્યલ છે આ વિલા 
 
- 495sq ftનો ડબલ બેડરૂમ હશે, જે કોરલ ગાર્ડનથી ઘેરાયેલો હશે. 
- મોટી વિન્ડોમાંથી શાકર્સ, માછલીઓ અને કાચબાઓને આસાનીથી જોઇ શકાશે.