આખા શરીરની સ્કિન બનશે એકદમ ગોરી, ઘરની આ વસ્તુઓનો કરો ઉપયોગ

18 Sep, 2015

આપણા દેશમાં ગોરા રંગ માટે લોકોમાં ખૂબ જ ગાંડપણ રહેલું છે. આજે દરેક વ્યક્તિ પછી તે સ્ત્રી હોય કે પુરૂષ પોતાની ડલ અને કાળી ત્વચાને સુંદર બનાવવા માટે કંઈ પણ વિચાર્યા વિના અઢળક રૂપિયા ખર્ચે છે, નિત નવા પ્રોડક્ટ્સનો પ્રયોગ કરે છે પણ છતાં મનગમતું પરિણામ મળતું નથી.

ઋતુ પરિવર્તન, પવન, ધૂળ અને પ્રદૂષણથી આપણા શરીરની ત્વચા પર નિરંતર ખરાબ અસર પડતી રહે છે. એવા સમયે જો ત્વચાની યોગ્ય દેખભાળ ન રાખવામાં આવે તો સમય પૂર્વે ત્વચા નિસ્તેજ, કરચલીવાળી અને કાળાશનો શિકાર બનવા લાગે છે. આવી સમસ્યાઓ માટે પ્રકૃતિએ આપણને કેટલીક એવી વસ્તુઓની ભેંટ આપી છે જેનો ઉપયોગ કરીને આપણે કાળાશમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. તો આજે એવી સાત વસ્તુઓ વિશે અમે તમને જણાવીશું જેના નિયમિત પ્રયોગથી તમારા આખા શરીરની કાળી પડેલી ત્વચાનો રંગ નિખરશે.

લિંબુ
 
લિંબુમાં અનેક પ્રકારના ન્યૂટ્રિશન રહેલાં છે. તેમાં રહેલું સાઇટ્રિક એસિડ ત્વચા માટે બહુ જ ફાયદાકારી માનવામાં આવે છે. જેથી અનેક ઘરગથ્થુ ઉપાય અને બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. લિંબુનો પ્રયોગ કરવાથી ત્વચા પરના ડાર્ક સ્પોટ લાઈટ થાય છે, ત્વચા ગોરી બને છે. તમારા આખા શરીરની ત્વચાને રૂપાળી બનાવવા માટે લિંબુ અને મધના મિશ્રણથી આખા શરીર પર મસાજ કરવું. આવું રોજ કરવાથી 10 દિવસમાં તમારી ત્વચા ધીરે-ધીરે ગોરી થવા લાગશે.
 
ગુલાબ જળ
 

 

શરીર પરની કાળાશને દૂર કરવા માટે ગુલાબજળમાં લિંબુનો રસ મિક્ષ કરીને આખા શરીર પર લગાવવું અને પછી સ્નાન કરવું. આ તમારી ત્વચા માટે બ્લીચનું કામ કરશે. ગુલાબજળ એ દરેક પ્રકારની ત્વચા માટે સમાન રીતે ફાયદાકારક છે.  એનાથી તમારી ઢીલી ત્વચામાં કસાવ આવે છે. ગુલાબજળ ત્વચાને સન બર્નથી પણ બચાવે છે. એટલા માટે દિવસ દરમિયાન જ્યારે  તડકામાંથી ફરીને પરત આવો ત્યારે ગુલાબજળ મિશ્રિત ઠંડા પાણીથી તમારો ચહેરો જરૂર ધૂઓ.
 
ઈંડાનો પીળો ભાગ
 
વર્ષોથી સ્કિન અને વાળ માટે ઈંડાનો પ્રયોગ કરવામાં આવે છે. જોકે તેની વાસને કારણે કેટલાક લોકો તેનાથી દૂર રહે છે. પરંતુ એકવાર ઈંડાના લાભ અનુભવ્યા બાદ લોકો તેનો ઉપયોગ કરવાનું છોડતા નથી. ઈંડુ લાંબા સમય સુધી સ્કિનને મોઇશ્ચરાઈઝ રાખે છે. કેટલાક બોડી અને ફેસ લોશનમાં ઈંડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય તમારા કાળા પડતાં શરીર માટે ઈંડાનો પીળો ભાગ આખા શરીર પર લગાવો અને ત્યારબાદ સરકાંથી તેને સાફ કરી લો. આનાથી ત્વચા રૂપાળી તો બનશે જ સાથે જ ઈંડાની ગંધ પણ દૂર થઈ જશે.
 
દૂધથી સ્નાન
 
સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ દૂધ બહુ જ લાભકારી છે. જો તમને ખરેખર ઝડપથી રૂપાળું શરીર પામવું હોય તો સતત દસ દિવસ સુધી માત્ર દૂધથી સ્નાન કરો. દસ દિવસમાં તમે જાતે ફરક અનુભવશો. આના માટે સાબુની જરૂર નથી દૂધથી જ તમારું શરીર સાફ અને ટોન થઈ જશે. આ એક સરળ ઉપાય છે. જે લોકોને આખા શરીરની કાળી ત્વચા નિખારવી હોય તેમણે આ ઉપાય અજમાવવો જોઈએ.
 
દહીં
 
એવું કહેવાય છે કે સારાં સ્વાસ્થ્ય, વાળ અને ત્વચા માટે રોજ એક વાટકી દહીંનું સેવન કરવું જોઈએ. કાળી ત્વચાથી પરેશાન લોકોએ દહીંમાં લીંબુનો રસ મિક્ષ કરીને આખા શરીર પર તેનાથી મસાજ કરવું અને અડધા કલાક બાદ સ્નાન કરી લેવું. આ ઉપાય નિયમિત કરવાથી તમારા શરીરની ત્વચા ગોરી થતી જશે.
 
જીરૂં
 
સ્વાભાવિક રીતે વિચાર આવે કે ત્વચાને ગોરી બનાવવા માટે જીરૂં કઈ રીતે ઉપયોગી હોઈ શકે? તો અમે આપને જણાવી એ કે ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ જીરૂં બહુ જ ફાયદાકારક હોય છે. નિયમિત રીતે જીરાના પાઉડરને પાણીમાં મિક્ષ કરીને સ્નાન કરવાથી તમારા શરીરની સ્કિન ટોન સારી થશે. આ સિવાય તમે જીરા પાઉડરને દૂધમાં મિક્ષ કરીને આખા શરીર પર પણ લગાવી શકો છો. આનાથી પણ સારો પરિણામ મળશે.
 
નારિયેળ પાણી
 
નારિયેળનું પાણી કાળી ત્વચા સૌથી શ્રેષ્ઠ મોશ્ચરાઈઝર છે. જે ત્વચાને રેડિઅન્ટ બનાવે છે. નારિયેળ પાણીને સ્કિન ટોનિક પણ કહેવાય છે. નારિયેળ પાણીનો પ્રયોગ સ્કિન ટેનિંગમાં પણ લાભકારી રહે છે. કાળી ત્વચા માટે તમે નારિયેળ પાણી પી શકો છો, સાથે જ તમારા આખા શરીર પર તેને લગાવી પણ શકો છો. આનાથી તમારી ત્વચામાં ગ્લો આવશે અને સ્કિનની કાળાશ પણ દૂર થશે.