શાહિદને કોના ચહેરામાં દેખાય છે કરિના? વાંચો મજેદાર કિસ્સો

09 Jan, 2015

લાગે છે હજી પણ શાહિદ કપૂરને કરિના કપૂરનો પ્રેમ ભૂલાયો નથી. તેથી જ તો તેણે ફરી એક વખત તેને યાદ કરી લીધી છે. આલિયા ભટ્ટ અને શાહિદ કપૂર હાલમાં સાથે 'શાનદાર'માં કામ કરી રહ્યાં છે. અને આ વાત તો જગજાહેર છે કે આલિયા કરિના કપૂરને આઈકોન માને છે.

આ બધાંની વચ્ચે હાલમાં જ શાહિદ કપૂરે આલિયાને કહ્યું હતું કે, તે કરિના કપૂર જેવી લાગે છે. તેની ઘણી ખરી સ્ટાઈલ અને ટેવ પણ તેનાં જેવી છે.એક અંગ્રેજી અખબારમાં આવેલા રિપોર્ટ પ્રમાણે, આલિયાનું  જેસ્ચર અને તેનાં બોલવાની સ્ટાઈલ શાહિદ કપૂરને કરિના કપૂરની યાદ અપાવે છે.

હવે તમે આને શાહિદનાં મનમાં તેનાં માટેનો પ્રેમ માનશો કે પછી બીજું કંઈ તે તમે જાણો. પણ એ વાત તો નક્કી છે કે પહેલો પ્રેમ ભૂલવો સહેલો નથી.