હોરર ફિલ્મમાં ભૂત બનેલી આ હિરોઇનની અંદર સાચે જ ઘુસી ગઇ આત્મા

09 Feb, 2018

 શું તમને કયારેય બીજી દુનિયાનો અનુભવ થાય છે ? શું તમે કયારેય સુપરનૈચુરલ અનુભવ કર્યો છે ? શું તમને કયારે એવું લાગ્યું છે કે જયારે તમે સુતા હો છો કે ઘરમાં કંઇક કામ કરો છો કોઇ ત્યાં પાસે છે જે દેખાતુ નથી ? હોરર ફિલ્મો આવા જ ઓડિયન્સને ટાર્ગેટ કરે છે.

કેટલાક લોકોનું કહેવું છે કે હોરર ફિલ્મની શુટીંગ દરમ્યાન કાસ્ટ અને ક્રુ હંમેશા આત્માઓને અપમાનિત કરે છે અને એક થિયરી એમ પણ કહે છે કે હોરર ફિલ્મોની શુટીંગ નેગેટીવ એનર્જી ઉત્પન્ન કરે છે. જેનાથી લોકોને પેરાનોર્મલ એકિટવીટી અનુભવ કરાવે છે.
પરંતુ હાલમાં જ એક રૂવાડા ઉભા કરી દે તેવો બનાવ સામે આવ્યો છે. હોરર ફિલ્મની શુટીંગ દરમ્યાન ભુતનો અભિનય કરી રહેલી એક કમ્બોડિયાઇ એકટરની અંદર સાચે જ એક આત્મા ઘુસી ગઇ અને એના સાથી કો-સ્ટાર પર હુમલો કરી દીધો. ફેસબુક પોસ્ટ મુજબ તે પજેસ્ડ હિરોઇને કો-સ્ટારના ગળામાં પાતળા વાયરથી દબાવાની કોશિષ કરી જેનાથી તેને ગળામાં જખ્મ થઇ ગયા.
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઇ રહયો છે આ વીડિયોમાં કાસ્ટ અને ક્રુ મેમ્બર્સ સ્પિરિટથી વાત કરવાની કોશિષ કરી છે કે તે હિરોઇનનું શરીર છોડી દે.
આ વીડિયોને ફેસબુક યુઝર્સ સોખાત્યથએ ત્રણ ફોટા સાથે એક વીડિયોની સાથે શેર કર્યો. જો કે આ પોસ્ટની પ્રમાણિકતાની પુષ્ટિ હજુ સુધી થઇ શકી નથી.