મીઠું અને બેબી પાઉડર દૂર કરશે કપડાં પરના તેલ અને જ્યુસના ડાઘ

10 Sep, 2015

 દિવાલ અને કપડાં પર લાગેલા ડાઘને દૂર કરવાનું કામ દરેક ગૃહિણીને માટે મુશ્કેલ હોય છે અને તેમાં પણ જો ઘરમાં નાના બાળકો હોય તો આ સમસ્યા રોજની બની જાય છે. બાળકોના કપડાં પર લાગેલા તેલ, ગ્રેવી જેવા મુશ્કેલ ડાઘને જો સરળતાથી દૂર કરવાના ઉપાયો મળી જાય તો તમે રાહત અનુભવો છો. તમારું કામ પણ સરળ બને છે. આજે અહીં આપને માટે આવી જ કેટલીક ટિપ્સ લાવવામાં આવી રહી છે.

 
બેબી પાઉડરથી દૂર થશે તેલના ડાઘા
કપડાં પર તેલ કે ગ્રેવીના ડાઘા પડ્યા છે તો તમે તેને બેબી પાઉડરની મદદથી સરળતાથી દૂર કરી શકો છો. ડાઘ પર આ પાઉડર છાંટવાથી તે તેલને શોષી લે છે. તેનાથી ડાઘ આછા થાય છે અને તમને તેને દૂર કરવામાં સરળતા રહે છે. ગ્રેવીના ડાઘ હોય તો તમે તેને સોડા છાંટીને પણ દૂર કરી શકો છો.
 
મીઠાથી દૂર થશે જ્યુસના ડાઘ
જ્યુસ અને વાઇનના ડાઘ પડ્યા હોય તો તમે તેની પર મીઠું નાંખીને દૂર કરી શકો છો. તેનાથી ડાઘ આછા થાય છે અને ઝડપથી મટી શકે છે. લીંબુનો રસ છે બ્લીચિંગ એજન્ટ
દરેક પ્રકારના ડાઘને તમે લીંબુના રસથી મિટાવી શકો છો. કપડાં પર જ્યાં ડાઘ પડ્યા છે તેની પર લીંબુનો રસ નીચોવો અને સાથે જ તેને થોડી વાર તડકામાં રહેવા દો. થોડી વાર બાદ તે ડાઘ સરળતાથી નીકળી જાય છે.
 
ઇસ્ત્રીથી થશે મીણના ડાઘ દૂર
જો તમે ટેબલ પર કે કિચન કાઉન્ટર પર મીણબત્તીનો ઉપયોગ કરો છો અને તેના ડાઘ પડી ગયા છે તો તમે ચપ્પાથી દૂર કરો છો તો તેના સ્ક્રેચ પડે છે. અહીં તમે ઇસ્ત્રીનો ઉપયોગ કરી શકો છો. જ્યાં ડાઘ પડ્યા છે તેની પર ટિશ્યૂ પેપર રાખો અને ગરમ ઇસ્ત્રી ફેરવો. તે પીગળી જશે અને ડાઘ દૂર થઇ જશે.
 
બોડી લોશન કરશે દિવાલો સાફ
તેલ કે ગ્રેવીના ડાઘા દિવાલ પર લાગ્યા છે તો તમે એક મુલાયમ કપડાંમાં બોડી લોશન લગાવીને દિવાલ પર રગડો. આછા ડાઘા તરત જ સાફ થઇ જશે. જો ડાઘ મજબૂત હશે તો તે આછા થશે.
 
ઇરેઝર દૂર કરશે ઇન્કના ડાઘ
લેધર બેગ કે પર્સ પર ઇન્કના નિશાન પડી ગયા હોય તો તમે ઇરેઝરનો ઉપયોગ કરી શકો છો. ડાઘ પર તેને થોડૂં ઘસવાથી તે આછા થઇ જાય છે. આખા પર્સમાં આ રીતે તમે ઇરેઝર ઘસી શકો છો.