અભિ-એશના અંગત જીવનમાં મોટો લોચો? વિડિયો જોઈને તમે જ કરો નક્કી

21 May, 2016

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની ગણતરી બોલિવૂડના પર્ફેક્ટ દંપતિમાં થાય છે. તેઓ જાહેરમાં હંમેશા ખુશમિજાજમાં જ જોવા મળતા હોય છે. જોકે તાજેતરમાં ઐશ્વર્યાની ફિલ્મ 'સરબજિત'ના પ્રીમિયરમાં એવી ઘટના બની કે તેમની આ ઇમેજમાં તિરાડ પડી ગઈ છે અને  જાહેરમાં અભિષેકે જે રીતે ઐશ્વર્યાની અવગણના કરી હતી એના પરથી સ્પષ્ટ ખબર પડી જાય છે કે તેમના અંગત જીવનમાં ચોક્કસ સમસ્યા છે.

હાલમાં પ્રીમિયરમાં ઐશ્વર્યાની સાથે પતિ અભિષેક, સસરા અમિતાભ અને સાસુ જયા બચ્ચને હાજરી આપી હતી. આ પ્રીમિયર વખતે જ્યારે ફોટોગ્રાફરોએ અભિષેક અને ઐશ્વર્યાને સાથે ફોટો પડાવવા આગ્રહ કર્યો હતો તો બહુ આગ્રહ પછી અભિષેક મોં ચડાવીને આવ્યો હતો અને બે જ મિનિટમાં ઐશ્વર્યાન એકલી મૂકીને સ્ટેજ પરથી ઉતરી ગયો હતો. આ  સમયે તેણે ઐશ્વર્યા સાથે બહુ જ શુષ્ક અને ખરાબ વર્તન કર્યુ હતું જે કેમેરામાં કેદ થઈ ગયું હતું. તમે પણ આ વિડિયો જોઈને નક્કી કરી લો કે ખરેખર મામલો કેટલો ગંભીર છે.