રવિવારે લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ખાસ અવસર, ધ્યાનમાં રાખજો આ 15 વાતો!

03 Oct, 2015

હિન્દુ પંચાંગ મુજબ, ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તિથિએ મહાલક્ષ્મી વ્રત કરવામાં આવે છે. આ દિવસે હાથી પર સવાર માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. આ વર્ષે આ વ્રત 4 ઓક્ટોબર, રવિવારના રોજ છે. આ દિવસ લક્ષ્મી કૃપા મેળવવા માટે ખૂબ જ શુભ છે, કારણ કે આ દિવસે કરવામાં આવેલ ઉપાય, ટોટકા વગેરેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

 
શાસ્ત્રો મુજબ, મોટાભાગે તો માતા લક્ષ્મી પોતાના ભક્તો ઉપર હમેશાં કૃપા બનાવી રાખે છે, પરંતુ થોડાં કાર્ય વિશેષ કરવાથી માતા લક્ષ્મી નિરાશ થઇ જાય છે. આજે મહાલક્ષ્મી વ્રતના અવસર પર અમે તમને આવા જ કામો વિશે જણાવી રહ્યા છીએ, જેને કરવાથી માતા લક્ષ્મી નિરાશ થઇ જાય છે અને જે લોકો આ કામ કરે છે માતા લક્ષ્મી આવા લોકોને ત્યાગી દે છે. જાણો આ 15 કાર્યો વિશે....