ધ્યાનથી જુઓ હાથની આંગળીઓ વચ્ચેનું અંતર+લંબાઈ, જાણો છુપા રહસ્યો!

28 Aug, 2015

 હિન્દુ જ્યોતિષશાસ્ત્રમાં સમુદ્રશાસ્ત્ર એક મહત્વનું શાસ્ત્ર ગણવામાં આવ્યું છે. જેમાં વ્યક્તિના શરીરના બનાવટના આધારે વ્યક્તિ કેવા સ્વભાવનો હોય તે જાણી શકાય છે. આ સમુદ્રશાસ્ત્ર અતિપ્રાચીન કાળથી જ પ્રચલિત હોવાથી તેની માન્યતા વધુ જોવા મળે છે. તેમાં જોવા મળતી આગાહીઓના આધારે જ દરેક રાજાઓ વિશે પણ ભવિષ્ય બતાવવામાં આવતા હતા અને જે આગળ જતા લોકો પણ અનુસર્યા હતા. સમુદ્રશાસ્ત્રમાં આજે આપણે હાથની આંગળીઓની લંબાઈના આધારે વ્યક્તિ કેવો હોઈ શકે છે જાણીશું.

 
આંગળીઓ વચ્ચેના અંતરનો સીધો સંબંધ મસ્તિષ્ક સાથે હોય છે. આંગળીઓનું વિહંગાવલોકન કરતાં વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ અંગે સંપૂર્ણ જાણકારી મળે છે. આંગળીઓની લંબાઈ, જાડાઈ, પાતળાપણું, વક્રતા અને પર્વને ધ્યાનમાં લઈને વ્યક્તિના ભવિષ્ય બાબતે કથન કરી શકાય છે. આંગળીઓ ચાર હોય છે.
 
-અંગૂઠા પાસેની પ્રથમ તર્જની આંગળી.
-તર્જની પાસેની બીજી મધ્યમા આંગળી.
-ત્રીજી મધ્યમા પાસેની અનામિકા આંગળી.
-સૌથી છેલ્લી ટચલી આંગળી જેને કનિષ્ઠિકા કહે છે.
 
આ ચારેય આંગળીઓની વચ્ચેના અંતરની શુભાશુભતા જાણીએ.
 
-તર્જની અને મધ્યમાં આંગળી વચ્ચે ખાલી જગ્યા અન્ય આંગળીઓની જગ્યાની સરખામણીમાં વધારે હોય તો આવો જાતક સ્વતંત્ર વિચારો ધરાવે છે, પોતાની વાતને કહેવામાં ખચકાટ અનુભવતો હોય છે.
 
-મધ્યમા અને અનામિકા આંગળીની વચ્ચે ખાલી જગ્યા અન્ય આંગળીઓ વચ્ચેની જગ્યાની સરખામણીમાં વધારે હોય તો આવી વ્યક્તિ બેદરકાર અને અસભ્ય હોય છે.
 
-અનામિકા અને કનિષ્ઠિકા આંગળીની વચ્ચે ખાલી જગ્યા અને આંગળીઓની જગ્યાની સરખામણીમાં વધારે હોય તો આવી વ્યક્તિ ક્રૂર અને ગુનાખોરી કરનાર હોય છે.
 
-તર્જની આંગળીનો પ્રથમ પર્વ લાંબો હોય તો આવી વ્યક્તિ ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે. બીજો પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ ઉચ્ચાભિલાષી હોય છે. જો ત્રીજો પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ ઘમંડી અને અભિમાની હોય છે.
 
-મધ્યમા આંગળીનો પ્રથમ પર્વ જો મોટો હોય તો આવી વ્યક્તિ અન્યને દગો કરે છે અને બીજો પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ વેપારના ક્ષેત્રમાં મશીનોનો વેપાર કરવાનું પસંદ કરે છે અને તેનાથી તેને લાભપ્રાપ્તિ થાય છે. ત્રીજો પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ વધારે પડતી કંજૂસ અને અપયશની ભાગીદાર હોય છે.
 
-અનામિકા આંગળીનો પ્રથમ પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ કલાત્મક સૂઝ ધરાવનારી હોય છે. બીજો પર્વ લાંબો હોય તો આવી વ્યક્તિ પોતાની પ્રતિભાના બળ પર ઊંચાઈ સુધી પહોંચી શકે છે. જો ત્રીજો પર્વ લાંબો અને પહોળો હોય તો આવી વ્યક્તિ જીવનમાં ક્યારેક સરકારી સન્માન મેળવે છે.
 
-કનિષ્ઠિકા આંગળીનો પ્રથમ પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ વૈજ્ઞાાનિક અને સંશોધક હોય છે. બીજો પર્વ જો મોટો હોય તો આવી વ્યક્તિ ખૂબ પરિશ્રમ કરીને વેપાર-વ્યવસાયમાં સફળ થાય છે. જો ત્રીજો પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ ચાલાક, ચતુર અને જુઠ્ઠું બોલવામાં હોશિયાર હોય છે.
 
-જે લોકોના હાથની અનામિકા અને તર્જની આંગળીની લંબાઈ લગભગ સમાન હોય છે તેઓ ખૂબ જ શાંતિપ્રિય સ્વભાવના હોય છે. કોઈ બહેસમાં પડવું કે લડાઈ-ઝઘડામાં પડતું તેમને જરાય પસંદ નથી હોતું.
 
-જો કોઈ વ્યક્તિની મિડલ ફિંગર કે મધ્યમા આંગળીની લંબાઈ, અન્ય આંગળીઓની લંબાઈથી અડધી ઈંચ લાંબી હોય તો તે બતાવે છે કે કાં તો તે વ્યક્તિના હાથથી કોઈ વ્યક્તિની હત્યા થી છે કે નજીકના ભવિષ્યમાં તે વ્યક્તિ હત્યારો સાબિત થઈ શકે છે. 
 
-મધ્યમ આંગળી લાંબી હોવાની સાથે જ ગઠ્ઠાદાર પણ હોય તો તે વ્યક્તિ જીવનમાં હંમેશા ઘેરાયેલો રહે છે અને સાથે જ તે સ્વાર્થી પણ હોઈ સકે છે. જો આ આંગળી અન્ય આંગળીઓની લંબાઈથી એક ચોથાઈથી વધુ લાંબી હોય તો એવો વ્યક્તિ આખુ જીવન અભાવગ્રસ્ત રહે છે.
 
-જો મધ્યમા આંગળીનો પહેલો પર્વ વધુ લાંબો હોય તો એવો વ્યક્તિ આત્મહત્યા કરી શકે છે. જો પહેલો પર્વ ચપટો હોય તો એવો વ્યક્તિ કલાના ક્ષેત્રમાં મોટું સ્થાન પ્રાપ્ત કરે છે. બીજો પર્વ લાંબો હોય તો વ્યક્તિ એવું દર્શાવે છે કે તે વ્યક્તિ વેપારિક ક્ષેત્રમાં ઊંચાઈઓ સુધી પહોંચશે.

Loading...

Loading...