જિંંદગીની દરેક પળ સુખી બનાવવા, રોજ સૂતા પહેલાં કરો હનુમાનનો આ ઉપાય

27 Aug, 2015

 જે લોકોના જીવનમાં પરેશાનીઓ અને નિરાશાનો સમય ચાલી રહ્યો હોય તેમની માટે અહીં બતાવેલ ખાસ ઉપાય કરવા જોઈએ. તેની સાથે જ જે લોકો પૂરી રીતે સુખી અને ધનવાન છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે. જેના લીધે તેમના જીવનમાં દુઃખ ન આવે. આ ઉપાય હનુમાન ચાલીસા સંબંધિત છે અને તેને સ્ત્રી કે પુરુષ, બાળકો કે વડીલો બધા આસાનીથી કરી શકે છે. આ ઉપાય તમારે સૂતા પહેલાં કરવાના છે.

 
હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને ચમત્કારી ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસા ખૂબ જ સરળ અને મનને શાંતિ પ્રદાન કરનારી છે. જે લોકો ધનના અભાવથી ગ્રસ્ત છે કે ઘર-પરિવારમાં પરેશાનીઓ ચાલીરહી છે કે ઓફિસમાં બોસ અને સહયોગીઓ સાથે સંબંધો બગડેલા છે કે સમાજમાં સન્માન નથી મળી રહ્યું કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો આ ઉપાય શ્રેષ્ઠ રસ્તો છે.
 
જે લોકો મસ્તિષ્ક સાથે સંબંધિત કામમાં લાગેલા રહે છે અને માનસિક તણાવનો સામનો કરે છે કે જેમનું મગજ અન્ય લોકોની સરખામણીમાં તેજ નથી તો તેમને રોજ રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
 
बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोहि हरेहू कलेश विकार।
 
આ પંક્તિમાં હુનુમાનને એ પ્રાર્થના કરવામાં આવી છે કે હે પ્રભુ હું પોતાને બુદ્ધિહીન માનીને તમારું ધ્યાન કરું છું. કૃપા કરો અને મને શક્તિ, બુદ્ધિ, વિદ્યા આપો. મારા બધા કષ્ટ-કલેશ દૂર કરો.
 
-તમે ઈચ્છો તો સૂતા પહેલા હનુમાન ચાલીસા સાંભળી પણ શકો છો કે જાપ પણ કરી શકો છો. હનુમાન ચાલીસા સાંભળવા માટે આજકાલ અનેક પ્રકારના સહજ માધ્યમો ઉપલબ્ધ છે જેમ કે મોબાઈલમાં હનુમાન ચાલીસાની ઓડિયો ફાઈલ સેવ કરી શકાય છે. જ્યારે તમારું મન હોય ત્યારે તમે આસાનીથી મોબાઈલની મદદથી હનુમાન ચાલીસા સાંભળી શકો છો.
 
જે લોકોને ખરાબ સપના આવતા હોય, ઊંઘમાં ડરી જતા  હોય તેમને સૂતા પહેલા આ પંક્તિઓનો જાપ કરવો જોઈએ.
 
भूत-पिशाच निकट नहीं आवे।
महाबीर जब नाम सुनावे।
 
આ પંક્તિના માધ્યમથી ભક્ત દ્વારા હનુમાન સાથે ભૂત-પિશાચ વગેરેના ડરથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.
 
સૂતા પહેલાં જે પણ વ્યક્તિ આ પંક્તિનો જાપ કરે છે તેનાથી કોઈ ખરાબ સપના નથી આવતા કે કોઈ ભય નથી સતાવતો.
 
જો કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.
 
नासे रोग हरे सब पीरा।
जो सुमिरे हनुमंत बलबीरा।।
 
આ પંક્તિથી આપણે બજરંગ બલી સામે બધા પ્રકારના રોગો અને પીડાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. જે પણ બીમાર વ્યક્તિ આ પંક્તિઓનો જાપ કરીને સૂવે છે  તેની બીમારી ઝડપથી સારી થવા લાગે છે.
 
જો કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન બનવા માગે છે અને ઘર-પરિવાર, સમાજમાં વર્ચસ્વ બનાવવા માગે છે, સન્માન મેળવવા માગ છે તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.
 
अष्ट-सिद्धि नवनिधि के दाता।
अस बर दीन जानकी माता।।
 
આ પંક્તિ પ્રમાણે હનુમાન અષ્ટ સિદ્ધિઓ અને નવ નીધિઓના દાતા છે. જે તેમને માતા સીતાએ પ્રદાન કરી હતી. જે લોકોની પાસે આ સિદ્ધિઓ અને નિધિઓ આવી જાય છે તે સમાજમાં અને ઘર પરિવારમાં માન-સન્માન, પ્રસિદ્ધિ મેળવે છે.

Loading...

Loading...