સારી ને પ્રોપર ઉંઘ જોઈએ તો, રોજિંદા જીવનમાં અપનાવો આ એકદમ સરળ ટિપ્સ

12 Sep, 2015

  સારી અને પ્રોપર ઊંઘ સ્વાસ્થ્યની સાથે-સાથે ojskદરેક વ્યક્તિના બ્રેઇન અને સ્કિન માટે પણ ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ આજકાલના ભાગદોડભર્યા જીવનમાં લોકો પોતાની ઉંઘ પ્રત્યે સાવ જ બેદરકાર બનતા જઈ રહ્યા છે. જેનાથી ઘણા પ્રકારની બીમારીઓની અસર જોવા મળે છે અને શરીર રોગોનું ઘર બનતું જાય છે. સારું અને પૌષ્ટિક ભોજન, એક્સરસાઈઝની જેમ ઉંઘ પણ આપણા સારાં સ્વાસ્થ્ય માટે એટલી જ જરૂરી છે. જેથી આજે અમે તમને જણાવીશું કે રોજ તમારી ઊંઘ પૂર્ણ ન થાય તો કેવા પ્રકારની ખતરનાક બીમારીઓ તમને ઘેરી શકે છે.

 
 
 
ઉંઘ સારી રીતે ન આવાથી થતી સમસ્યાઓ-
 
1- સ્ટ્રોકનો ખતરો ચાર ગણો વધી જાય છે.
2- ડાયાબિટીસ થવાનો ખતરો રહે છે.
3- ઘણા પ્રકારના કેન્સરનો ખતરો વધી જાય છે.
4- હ્રદયની બીમારીનો ખતરો 48 ટકા વધી જાય છે.
5- ઓછી ઊંઘથી બ્રેઈન ટિશ્યૂ પર અસર પડે છે.
6- વર્ક પ્લેસ પર પ્રોડક્ટિવિટી ઓછી થઇ જાય છે.
7- વ્યક્તિનો લુક અને સ્કિન ખરાબ થઇ જાય છે.
8- ભૂખ વધારે લાગવાથી કસમયે ભોજન કરવાથી આદત પડે છે.
9- એક્સીડેન્ટનો ખતરો ત્રણ ગણો વધી જાય છે.
10- શરદીનો ખતરો ત્રણ ગણો વધી જાય છે.
11- માથાનો દુખાવો વધી જાય છે.
 
12- ઊંઘ પૂર્ણ ન થવાને કારણે યાદશક્તિ ઘટી જાય છે.
 
જો તમને ઊંઘ નથી આવતી તો તમે તમારા ડાયટમાં અહીં જણાવેલા સરળ ફેરફાર કરી શકો છો-
 
1-  સૂતાં પહેલાં એક ગ્લાસ દૂધનું સેવન કરવું. ડેરી પ્રોડક્ટ્સમાં એમીનો એસિડ ટ્રિપટોફેન મળી આવે છે. જે બ્રેઇન કેમિકલને પ્રભાવિત કરે છે જેના કારણે સારી ઊંઘ આવે છે.
 
2- ઓટ્સ, કેક જેવા કાર્બોહાઇડ્રેટ રિચ સ્નેક્સને સૂતા પહેલાં ડાયટમાં સામેલ કરવું. આ આહારથી ઇન્સુલિન બને છે અને એવા એમીનો એસિડ્સ અટકે છે, જે ટ્રિપટોફેનના નિર્માણમાં બાધા કરે છે.
 
3-  તમે તમારા ડિનરમાં ફિશ સામેલ કરી શકો છો. ખાસ કરીને સાલ્મન, હેલિબટ અને ટૂના ફિશમાં વિટામિન બી-6 મળી આવે છે, જે મેલાટોનિન બનાવે છે. જેનાથી ઊંઘ સારી આવે છે.
 
4- તમે દરરોજ અખરોટનું સેવન કરી શકો છો. અખરોટમાં મેલાટોનિન મળી આવે છે. જેનાથી તમે ખૂબ જ સારી ઊંઘ મળે છે. તે ટ્રિપટોફેનનો પણ એક ખૂબ જ સારો સ્ત્રોત છે.
 
5- બદામમાં મેગ્નેશિયમ મળી આવે છે. આ એક એવું મસલ્સ રિલેક્સિંગ મિનરલ છે, જે તમારી ઊંઘને સારી બનાવે છે.
 
6- કેળાનું સેવન કરવાથી પણ સારી ઊંઘ આવે છે. આમાં પણ ટ્રિપટોફેન મળી આવે છે.
સાંજથી રાત સુધીની ઘણી એક્ટિવિટીઝ સારી ઊંઘ લાવવામાં બાધા બની શકે છે. એવું કહેવામાં આવે છે કે, જેમની ઊંઘ પૂર્ણ થાય છે, તેમનો દિવસ ખુશહાલ અને ઉર્જાથી ભરપૂર રહે છે. આ વાતને આપણે જાણીએ તો છીએ, છતાં પણ આપણે બેદરકારી કરીએ છીએ. સતત ભાગદોડ, ટેકનોલોજીનો ઉપયોગ અને વ્યસ્ત શેડ્યૂઅલનો અસર રાતની ઊંઘ પર પડે છે, આ માટે જ તમારે આ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
 
આવું ન કરવું-
 
સૂતાં પહેલાં ટેકનોલોજીનો ઉપયોગ સૂતી સમયે ઈમેલ્સ, વોટ્સએપ ચેટ અથવા ફેસબુક ચેક કરવાની આદત લગભગ બધાને હોય છે. પરંતુ આ આદત તમારી ઊંઘ પર ભારે પડી શકે છે. એક રિસર્ચ મુજબ સૂતાં પહેલાં કમ્પ્યૂટર, સ્માર્ટફોન અથવા ટીવીની વાદળી લાઇટના સંપર્કમાં આવવાથી શરીરમાં મેલાટોનિનનું સ્તર ઘટવા લાગે છે, જેનાથી ઊંઘ ન આવવાની સમસ્યા પેદા થાય છે.
 
શું કરવું-
 
સૂવા જતી સમયે લગભગ 1 કલાક પહેલાં ફોન, લેપટોપ, ટીવી વગેરે ગેજેટ્સને સાઇડ પર રાખી દેવા અને કામ કરવું જો ખૂબ જ જરૂરી હોય તો કમ્પ્યૂટર અથવા ફોનની બ્રાઈટનેસ ઓછી કરી દેવી. જે રૂમમાં તમે સૂવો છો ત્યાં કમ્પ્યૂટર અથવા ફોન બિલકુલ ન રાખવા, કારણ કે, હળવી બીપથી પણ ઘણીવાર ઊંઘ ટૂટી જાય છે.
 
આવું ન કરવું-
 
દવાઓનું સેવનઃ-
 
શરદી એવી સમસ્યા છે જેના કારણે સૂવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ તેનાથી બચવા માટે જબરદસ્તી દવાઓનું સેવન કરવાથી કોઇ ખાસ ફાયદો થવાનો નથી, પરંતુ આ આદત આગળ જઇને અનિદ્રાની સમસ્યા ઉભી કરી શકે છે.
 
શું કરવું- 
 
સૂતાં પહેલાં માત્ર તે દવાઓનું સેવન કરવું, જે તમારી માટે જરૂરી હોય અથવા જેને તમે નિયમિત રૂપથી લઇ રહ્યા છો. હળવી ઉધરસ, શરદી, માથાનો દુખાવો, શરીરનો દુખાવા માટે દવાઓની મદદ લેવાની જગ્યાએ ઘરેલૂ નુસખા અપનાવવા જોઇએ.
 
આવું ન કરવું-
 
મોટાભાગે એવું સાંભળવા મળ્યું છે કે, નવશેકા પાણીથી સ્નાન કરવાથી સારી ઊંઘ આવે છે, પરંતુ આ વાત ઠીક સૂતાં પહેલાં લાગૂ નથી પડતી. ખૂબ જ થાકેલાં તમે ઘરે આવ્યા છો અને તમે એવું વિચારી રહ્યા છો કે, નવશેકાં પાણીથી સ્નાન કરીને સારી ઊંઘ લઇ લઇએ, તો પણ તમને સારી ઊંઘ આવશે નહીં, જોકે, રાત્રે શરીરનું તાપમાન ઘટી જાય છે અને જેટલું તાપમાન ઘટે છે, તેટલી જ સારી ઊંઘ આવે છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે અને ત્યાર પછી ધીરે-ધીરે ઘટે છે.
 
શું કરવું-  રાત્રે સ્નાન કરવું કોઇ જ ખોટી વાત નથી, પરંતુ સમયનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, સૂતા પહેલાં ઠીક સ્નાન કરવાની જગ્યાએ લગભગ એક કલાક પહેલાં સ્નાન કરી લેવું જોઇએ.
 
આવું ન કરવું-
 
એક અભ્યાસ મુજબ ભરપેટ ભોજન કરનાર લોકોનું મસ્તિષ્ક સ્થિર રહી શકતું નથી, જેના કારણે તેમને સતત ઊંઘ તૂટવી અને અજીબો-ગરીબ સપનાઓ પણ આવવા લાગે છે. જેટલું ભારે ભોજન, સમસ્યા તેટલી જ વધારે. ખાલી પેટ પથારી પર જવાથી પણ તકલીફો વધી શકે છે.
 
શું કરવું-
 
રાતનું ભોજન હમેશાં હળવું અને સૂવાના બે કલાક પહેલાં જ ભોજન કરી લેવું. ચા, કોફી જેવા પદાર્થ લેવાથી બચવું. ખાલી પેટ સૂવાની ભુલ ક્યારેય ન કરવી.
 
હેલ્દી લાઇફ સ્ટાઇલ માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઓછી ઊંઘ આપણા હ્રદય, મગજ અને વજનથી લઇને આખા શરીર પર આડઅસર કરે છે. તો ચાલો જાણીએ પૂર્ણ ઊંઘ લેવાના ફાયદાઓ શું હોય છે?
 
1) સ્થૂળતાની સમસ્યા અટકે છેઃ-
 
નક્કી કરેલાં સમય પર જો ઊંઘ લેવામાં આવે, તો તેનાથી સ્થૂળતા ઘટે છે. સ્વીડનમાં 2011માં થયેલ એક સંશોધન મુજબ એક રાત ન સૂવાના કારણે સ્વસ્થ અને સામાન્ય વ્યક્તિની ઉર્જાની ખપતમાં 15 થી 20 ટકાની કમી આવે છે. અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, પાંચ કલાક સુધી કે તેનાથી પણ ઓછી ઊંઘ લેનાર વ્યક્તિઓમાં વજન વધવાની શક્યતા વધારે રહે છે. આ માટે જો તમે પૂરતી ઊંઘ લેશો તો સ્થૂળતાને નિયંત્રણમાં રાખી શકશો.
 
2) બેઈન પાવર વધે છે
 
હમેશાં સારી અને પૂર્ણ ઊંઘ લેનાર વ્યક્તિઓની મેમરી પાવર પણ સ્ટ્રોન્ગ રહે છે. 2012માં આવેલાં વિસકાનસિન મેડિસન યૂનિવર્સિટીના અભ્યાસમાં જાણવા મળ્યું કે, ઊંઘ પૂર્ણ કર્યા પછી વ્યક્તિની મેમરી ખૂબ જ સારી રીતે કામ કરે છે. જેનાથી આપણું મગજ વધારે સૂચનાઓને ગ્રહણ કરે છે. સ્વીડનની ઉપસાલા યૂનિવર્સિટીએ પણ પોતાના સંશોધનમાં જણાવ્યું કે, પૂરતી ઊંઘથી મસ્તિષ્કના ટિશ્યૂને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
 
3) સ્કિન ચમકે છેઃ-
 
પૂરતી ઉંઘ ત્વચાનું ગ્લો બરકરાર રાખવામાં મદદ કરે છે અને જો સારી રીતે ઉંઘ ન લેવામાં આવે તો તેનાથી સ્કિન સંબંધી સમસ્યાઓ પણ વધે છે. ચહેરાની તાજગી ઘટે છે. આંખો નીચે કાળા કુંડાળાની સમસ્યા થાય છે અને આંખો પર સોજા પણ આવી શકે છે.
 
4) જીવનકાળ વધે છેઃ-
 
અમેરિકાના સેન્ટ લ્યૂક્સ રૂઝવેલ્ટ હોસ્પિટલના એમડી અને સ્લીપ મેડિસિનના ડાયરેક્ટર રેમંડ જીનનું એવું કહેવું છે કે, જો તમે સારી ઊંઘ લો છો, તો તમારી લાઇફ હેલ્દી રહેશે અને આ વાત એકદમ સાચી છે. 2010ના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, ઊંઘનો સીધો સંબંધ જીવનકાળ સાથે છે.
 
ઉંઘ માટે કેટલાક સરળ ઉપાય
 
ડુંગળીઃ-
 
ડુંગળીમાં મળી આવતા ફાઇટોકેમિક્લસ ઊંઘને વધારે છે. આ માટે જો કોઇ વ્યક્તિને સારી ઊંઘ ન આવવાની ફરિયાદ હોય તો, તેણે ડુંગળીનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઇએ. રાતના સમયે ડુંગળીનું સેવન સલાડ સ્વરૂપે કરવું જોઇએ અથવા તેના શૂપનું સેવન કરવું જોઇએ.
 
2- રીંગણઃ-
 
આગ પર શેકેલાં રીંગણામાં સ્વાદાનુંસાર મધ નાખીને રાત્રે તેનું સેવન કરવાથી સારી ઊંઘ સારી આવે છે. આદિવાસીઓ મુજબ રીંગણ ઊંઘ ન આવવાની બીમારીને દૂર કરવામાં ઘણું કારગર સિદ્ધ થાય છે.