Entertainment

લગ્ન કરતા પહેલા જાણી લો, ક્યાં લગ્ન વધુ સફળ થશે લવ કે અરેન્જ્ડ મેરેજ?

 તમને આપણી બોલિવૂડની ફિલ્મોમાં ઘણી વખત એવું સાંભળવા મળ્યું હશે કે, ‘જોડિયાં તો ઉપરવાલા બનાતા હૈ, હમ તો સિર્ફ ઉન્હેં મિલાને કા એક જરિયા હૈ!’ આ કથનથી કદાચ બધા જ સહમત હશે છતાં લવ મેરેજ સારા કે એરેન્જ્ડ મેરેજ, એ મૂંઝવણ દરેક યુવક-યુવતીના મનમાં થતી જ હોય છે.

 
લગ્નની વાત થાય અને લવ મેરેજ કે એરેન્જ્ડ મેરેજની ચર્ચા ન થાય એવું બની શકે ખરું? લવ મેરેજ અને એરેન્જ્ડ મેરેજ વચ્ચે કાયમ એક ઠંડું યુદ્ધ ચાલતું હોય છે કે કયાં લગ્ન લાઇફ ટાઇમ ચાલી શકે? આ સવાલનો જવાબ તો કોઈ પાસે ન હોય પણ જ્યારે લગ્ન નક્કી કરવામાં આવે ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો લગ્ન લવ હોય કે

, ચોક્કસ સફળ થાય છે. દરેક મેરેજના ચોક્કસ ફાયદા હોય છે. વળી, તે બન્નેમાં અમુક પ્રકારની મુશ્કેલીઓ પણ પડતી હોય છે અને કેટલીક સાવધાની રાખવામાં આવે તો બન્નેમાં સફળતાની શક્યતા વધી જતી હોય છે. 
 
- લવ મેરેજમાં બંને વ્યક્તિ એકબીજાને પહેલાંથી જ ઓળખતી અને સમજતી હોય છે.
 
- પ્રેમીઓ એકબીજાંની પસંદ-નાપસંદને બહુ સારી રીતે સમજી વિચારીને જ લગ્ન માટે તૈયાર થાય છે.
 
- એકબીજાની પ્રાથમિકતા, જરૂરિયાત અને સંબંધોને વધુ સારી રીતે જાણતા હોય છે.
 
- કઈ વાત ઉપર તેમના પાર્ટનરને ગુસ્સો આવશે અને કઈ વાત તેને નહીં ગમે એ તેઓ બહુ સારી રીતે જાણતા હોય છે.
 
- સંબંધોમાં વિશ્વાસ, પ્રેમ અને પરસ્પર સમજણ વધુ જોવા મળે છે.
 
- એકબીજાને પહેલાંથી ઓળખવાને લીધે તેમના વચ્ચે પ્રેમની સાથે-સાથે મિત્રતા પણ હોય છે જેના લીધે તેમના વચ્ચે ગેરસમજની શક્યતાઓ ઓછી હોય છે.
 
- બંને વ્યક્તિ એકબીજાના સ્વભાવ અને વિચારસરણીથી સારી રીતે વાકેફ હોય છે.
 
- એકબીજાને સારી રીતે ઓળખવાને લીધે પતિ-પત્ની બંને વચ્ચે કમ્ફર્ટ અને સમજણશક્તિ વધુ સારી હોય છે જેના લીધે તેમના વચ્ચે બહુ ઓછા વિવાદ સર્જાતા હોય છે.
 
લવ મેરેજમાં આવતી મુશ્કેલીઓ
 
- લવ મેરેજમાં ક્યારેક પરિવારના સભ્યો લગ્ન માટે તૈયાર નથી થતા, તો ક્યારેક એક બાજુથી સહમતી મળતી હોય છે, પરંતુ બીજી વ્યક્તિના પરિવારવાળા લગ્ન માટે રાજી હોતા નથી.
 
- પ્રેમ કંઈ જ્ઞાતિ જોઈને થતો નથી ત્યારે આંતરજ્ઞાતીય લવ મેરેજમાં યુવતી માટે નવા ઘર-પરિવારમાં એડજસ્ટ થવામાં મુશ્કેલીઓ આવતી હોય છે. ત્યાનાં રીતિ-રિવાજો, લાઇફસ્ટાઇલ વગેરે તદ્દન જુદાં હોવાથી એડજસ્ટ થવામાં મુશ્કેલીઓ ઊભી થતી હોય છે.
 
- પ્રેમલગ્નમાં ક્યારેક પરિવારથી દૂર રહેવું પડે છે ત્યારે આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
 
- પ્રેમલગ્નમાં બે પ્રેમી વચ્ચે તો ગાઢ સંબંધ હોય છે, પણ બે પરિવારોને નજીક લાવવામાં ઘણી વાર નાકે દમ આવી જતો હોય છે.
 
- લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચેના સંબંધો બદલાઈ જતા હોય છે. લગ્ન પહેલાં તેઓ પ્રેમી-પ્રેમિકા હોય છે, પરંતુ લગ્ન બાદ તેમના ઉપર અનેક પ્રકારની જવાબદારીઓ આવી જતા અનેક પ્રકારની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે અ
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post