ચીનની આ એડની વિશ્વભરમાં થઈ રહી છે આકરી ટિકા, જાણીને તમે પણ થશો સ્તબ્ધ VIDEO

30 May, 2016

ચીનમાં એક ડિટરજન્ટ પાઉડરની જાહેરખબરે હાહાકાર મચાવી દીધો છે. રંગભેદને લગતી આ જાહેરખબરની ચારેબાજુ આકરી ટીકા થઈ રહી છે. એક ચીની પાઉડરના 48 સેકન્ડની વ્યસાયિક જાહેરાતમાં બતાવ્યું છે કે એક કાળા યુવકને યુવતી જબરદસ્તીથી વોશિંગ મશિનમાં નાખી દે છે અને જ્યારે તે બહાર આવે છે ત્યારે ગોરો થઈ ગયેલો જોવા મળ્યો.

કિઓબી નામની ડિટરજન્ટ પાઉડરની એડમાં એક યુવતી કાળા શખ્સને વોશિંગ મશીનમાં નાખતા પહેલા તેના મોંમા પાઉડર પણ નાખે છે. દુનિયા ભરમાં આ એડની ટિપ્પણીઓ થઈ રહી છે પરંતુ ચીનમાં તો આ એડનું લોકોએ સ્વાગત કર્યું છે.

Loading...

Loading...