કેટલું લાંબુ હોઈ શકે હનીમૂન? કપલે માણ્યું તમે ના વિચારી શકો એટલા દિવસ

21 Dec, 2015

 મોટાભાગના લોકો 2થી 3 અઠવાડિયાનું હનીમૂન એન્જોય કરતાં હોય છે પરંતુ આ કપલે તો 500 દિવસ સુધી પોતાનું હનીમૂન મનાવ્યું. એટલું જ નહીં માર્ક અને કેમિલી નામના આ કપલે અમેરિકા, તંજાનિયા, ગૌતેમાલા, પનામા, નિકારગુઆ, સાઉથ આફ્રિકા સહિત અનેક દેશોનો પ્રવાસ કર્યો. આ દરમિયાન ઘણી જગ્યાએ તો બંનેએ રહેવા, ખાવા-પીવાની સાથે સાથે કામ પણ કર્યું. તેમણે કહ્યું કે આ દિવસોમાં એમનો રોજનો ખર્ચ અંદાજે 6 હજાર રૂપિયા થતો હતો.

 
પહેલાં 365 દિવસના હનીમૂનનું પ્લાનિંગ હતું
ચીનના આ કપલે જુલાઈ 2011માં શંઘાઈમાં લગ્ન કર્યાં અને તેઓ ફિલીપાઈન્સ ગયા. માર્કની ઉંમર 30 અને કૈમિલીની ઉંમર 28 વર્ષ છે. માર્ક કહે છે કે હું હંમેશાથી દુનિયા ફરવા માગતો હતો. તેથી જ મેં કૈમિલીને આટલા લાંબા હનીમૂન માટે રાજી કરવાનું નક્કી કર્યું. કૈમિલીને આટલા લાંબા હનીમૂન માટે ઘણી કન્વીન્સ કરવી પડી. પહેલાં તો એણે 365 દિવસના હનીમૂનનું જ નક્કી કર્યું હતું પણ પછી દિવસો વધતા ગયા.
 
'પૈસા- સમય પણ નહોતો મુદ્દો'
કપલે 365traveldates.com નામની વેબસાઈટ બનાવીને તેમાં પોતાના વિશેની માહિતી અને ફોટા શેર કર્યાં છે. આ સિવાય ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ તેઓ એક્ટિવ હોય છે. અત્યારસુધીમાં તેઓ 11 દેશો ફરી ચૂક્યાં છે. માર્ક કહે છે કે 365 દિવસ નક્કી કર્યાં પછી હનીમૂનના દિવસો વધારવાનું કારણ એ હતું કે તેમને આ એ બંનેને પોતાની આ લાઈફસ્ટાઈલ સાથે પ્રેમ થઈ ગયો હતો. આવામાં પૈસા અને સમય અગત્યનો મુદ્દો નહોતા રહ્યાં.
 
ગણાવે છે જાદુઈ અનુભવ
આ કપલનું  કહેવું છે કે અલગ-અલગ દેશોમાં રહેવું અને પ્રેમ કરવો એ એક જાદુઈ અનુભવ હતો. આશરે 15 મહિનાસુધી ફર્યા પછી માર્કને એકવાર ઑસ્ટ્રિયામાં જૉબની ઓફર મળી હતી પણ એણે એને નકારી હતી.