એકદમ ડિફરન્ટ છે આ બ્યુટી કોન્ટેસ્ટ, જ્યાં દરેક સુંદરી પહેલાં હતા પુરુષ!

15 Jan, 2016

 થાઈલેન્ડમાં દરવર્ષે ટિફેની બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. આ દુનિયાની સૌથી પ્રખ્યાત ટ્રાન્સજેન્ડર બ્યૂટૂ કોન્ટેસ્ટ છે. કદાચ આ સુંદર મોડેલ્સને જોઇને તમને એવો વિશ્વાસ જ નહીં બેસે કે આ બધી જ સુંદરીઓ પુરુષ તરીકે જન્મી છે.

 
આ કોમ્પિટિશનમાં બધા જ કંન્ટેસ્ટન્ટ હોય છે ટ્રાન્સજેન્ડર...
દરવર્ષે યોજાનારી આ કોમ્પિટિશનમાં આખા થાઈલેન્ડમાથી 100થી વઘારે ટ્રાન્સજેન્ડરને પસંદ કરવામાં આવે છે. 1998થી ચાલતી આ ટિફેની બ્યુટી કોન્ટેસ્ટના વિજેતાને લગભગ 2.25 લાખ રૂપિયા અને એક કાર આપવામાં આવે છે. આખી દુનિયા ભલે ટ્રાન્સજેન્ડર્સને કલંક માનતી હોય પણ થાઈલેન્ડમાં આ લોકોને બરાબરીનું સ્થાન આપવામાં આવે છે. જેના ભાગરૂપે જ આ કોન્ટેસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. 2015માં મિસ ટેફિનીનો ખિતાબ સોપિદા સિરિવટ્ટનાનૂકૂલને મળ્યો હતો.
 
સતત પોપ્યુલર થઈ રહી છે આ બ્યુટી કોન્ટેસ્ટ
1998માં શરૂ થયેલી આ કોન્ટેસ્ટની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલીવાર માત્ર 70 સ્પર્ધકોએ જ ભાગ લીધો હતો અને એ કોમ્પિટિશન હિટ થી હતી. આ કોમ્પિટિશનમાં ભાગ લેનાર સ્પર્ધક માટે 18થી 25 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટ્રાન્સજેન્ડર કન્ટેસ્ટન્ટ થાઈનો નિવાસી હોય તે અનિવાર્ય છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે થાઇલેન્ડમાં લગભગ 1 લાખ જેટલા ટ્રાન્સજેન્ડર રહે છે.

Loading...

Loading...