પૈસા બોલતા હૈ: દહીં-હાંડી ફોડવા માટે લાખો રૂપિયા વસૂલે છે બોલિવૂડ સ્ટાર્સ

08 Sep, 2015

તાજેતરમાં જ દેશભરમાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવી. આવામાં આપણું બોલિવૂડ કેવી રીતે પાછળ રહી જાય? બોલિવૂડ સ્ટાર્સ ભારે ઉત્સાહ સાથે તહેવારોની ઉજવણી કરતાં હોય છે.
 
જાહેરમાં ભારે ઉત્સાહ-ઉમંગ સાથે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરતાં બોલિવૂડ સ્ટાર્સ મોટી રકમ પણ વસૂલે છે. દહીં-હાંડી જેવા કાર્યક્રમોમાં ભાગ લેવા બદલ બોલિવૂડ સ્ટાર્સને મોટી રકમ ચૂકવવામાં આવે છે. દરેક સ્ટાર્સની ફી અલગ-અલગ છે. સ્ટાર્સની ફી તેમના સ્ટારડમ પર આધાર રાખે છે. અહીં આપણે સરળતા ખાતર બોલિવૂડ સ્ટાર્સના ચાર ગ્રુપ પાડ્યા છે. એ પ્રમાણે જોઇશું બોલિવૂડ સ્ટાર્સ જન્માષ્ટમી સેલિબ્રેશનમાં હાજરી આપવા માટે કેટલી ફી વસૂલે છે.
 
ગ્રુપ - 1
 
આ ગ્રુપમાં સમલાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, રીતિક રોશન જેવા એ લિસ્ટેડ સ્ટાર્સનો સમાવેશ થાય છે. આ ગ્રુપના સ્ટાર્સના પ્રશંસકોની કોઇ કમી નથી. સાથે જ તેઓ સૌથી વધુ પૈસા ચાર્જ કરતાં હોય છે. તેઓ 80 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની ફી વસૂલતા હોય છે.
 
ગ્રુપ - 2
 
આ ગ્રુપમાં શાહિદ કપૂર, સોનમ કપૂર, દીપિકા પાદુકોણ, રણબિર કપૂર જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. લોકપ્રિયતાની બાબતે આ સ્ટાર્સ પણ ઓછા નથી. ગ્રુપ 2 ના સ્ટાર્સ 30થી 80 લાખ રૂપિયા સુધીની ફી વસૂલતા હોય છે.
 
ગ્રુપ - 3
 
આ ગ્રુપમાં બોલિવૂડના ન્યૂકમર્સનો સમાવેશ થાય છે. વરૂણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ, જેક્લિન ફર્નાન્ડિઝ, શ્રદ્ધા કપૂર જેવા સ્ટાર્સ દહીં-હાંડી કાર્યક્રમમાં હાજરી આપવા માટે થોડી ઓછી ફી વસૂલતા હોય છે. તેઓ 15થી 30 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
 
ગ્રુપ - 4
 
આ ગ્રુપમાં એવા સ્ટાર્સનો સમાવેશ થાય છે જેમની લોકપ્રિયા ઓછી છે અથવા તેઓ હવે ફિલ્મ્સમાં જોવા મળતા નથી. રવિના ટંડન, અમૃતા રાવ, નવાઝુદ્દીન સદ્દિકી, શિલ્પા શેટ્ટી, અદિતી રાવ હૈદરી વગેરે સ્ટાર્સનો સમાવેશ થાય છે. તેઓ 5થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.