સેલ્ફી લેતા ટ્રેનને અથડાયેલો યુવાન નીકળ્યો જીવતો, જાણો શું હતો આખો મામલો ?

31 Jan, 2018

 કેટલાક દિવસો પહેલા સોશ્યલ મીડિયામાં એક વીડીયો ઘણો વાયરલ થયો હતો આ વિડીયોમાં બતાવવામાં આવ્યું હતું કે એક છોકરો પાટા ઉપર ઉભો રહીને સેલ્ફી લે છે ત્યારે જ ટ્રેન આવી જતા દુર્ઘટનાનો શિકાર બને છે. આ વીડિયો સામે આવ્યા બાદ કેટલા વેબપોર્ટલ્સે એ દાવો કર્યો હતો કે આ દુર્ઘટનામાં છોકરાની જીવ જતા જતા બચી છે. એની સાથે એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે સારવાર માટે છોકરાને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો છે, જયાં તેની હાલત સ્થિર બતાવામાં આવી હતી.

ઘણા લોકો આ છોકરાને લઇને એક નવી સ્ટોરી કહેતું હતું. કોઇ એને પાગલપંતીની હદ બતાવતું હતો, તો કોઇ એને બેવકુફ કહેતું હતું. જેમાં છોકરાના જીવ પર આવી જાય છે. આવી જ સ્ટોરી બની રહી હતી ત્યારે આ છોકરાનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે બિલકુલ ઠીક દેખાય રહયો છે.
ઇન્ડિયા ટુડેના એક જર્નાલીસ્ટે આ છોકરાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં છોકરાના ટ્રેનવાળા વીડિયોને એક પ્ંરૈંક બતાવવામાં આવ્યું છે.
આ વીડિયો બનાવવા છોકરાનું કહેવું છે કે આ વીડિયો હેતુ લોકોને જાગરૂક કરવાનો હતો કે જિંદગી કેટલી અણમોલ છે.
ચાલો એક વીડિયોની સચ્ચાઇ આવ્યા પછી એક વાત તો આપણે સમજી ગયા કે સોશ્યલ મીડિયામાં આવા જ કેટલા ઝૂઠ તમને સચ બતાવીને ભટકાવામાં આવે છે.