ઐશ્વર્યાની ‘જઝબા’નું ટ્રેલર રિલીઝ કરાયું; દીકરીને માટે જંગ ખેલતી માતાની કહાની

26 Aug, 2015

મુંબઈ – સંજય ગુપ્તા દિગ્દર્શિત એક્શન ડ્રામા ‘જઝબા’ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય-બચ્ચન લૉયરની ભૂમિકા કરી રહી છે, જેને પોતાની દીકરીને સલામત રાખવા માટે એક ગુનેગારનો કોર્ટમાં બચાવ કરવો પડે છે.

ફિલ્મમાં ઈરફાન ખાન સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીના રોલમાં છે.

ફિલ્મમાં શબાના આઝમી અને સિદ્ધાંત કપૂરની પણ મહત્વની ભૂમિકા છે.

એસ્સેલ વિઝન પ્રોડક્શન્સ અને વ્હાઈટ ફીધર ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ ૯ ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

Loading...

Loading...