એકટ્રેસએ જાહેરમાં કહયું યૌન શોષણનું દર્દ, કહયું, ફોટોશુટમાં મારી સાથે ઘણુ બધુ થયું હતું

10 Feb, 2018

 એકટ્રેસએ જાહેરમાં કહયું યૌન શોષણનું દર્દ, કહયું, ફોટોશુટમાં મારી સાથે ઘણુ બધુ થયું હતું

છેલ્લા કેટલાક સમયથી હોલીવુડથી લઇને બોલીવુડની દરેક હિરોઇન યૌન શોષણ પર ખુલીને વાત કરી રહી છે. ઇન્ડસ્ટ્રીઝની મહિલાઓ બધાની સામે તેની સાથે થયેલા યૌન શોષણના મામલે પર ચર્ચા કરતી નજર આવે છે. ત્યાં સુધી આ વિષયને લઇને ખયઝજ્ઞજ્ઞ કેમ્પઇન પણ ચલાવામાં આવ્યું છે. આ જ વાતમાં એક મેગેઝીનના ઇન્ટરવ્યુમાં હોલીવુડની એકટ્રેસ કેટ અપ્ટનને ફેશન ડિઝાઇનર પોલ મારકિયાનો પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.
એકટ્રેસે જણાવ્યું કે જુલાઇ ર૦૧૦માં શુટીંગના પહેલા દિવસ જયારે તે લોન્જરી કેમ્પેઇન માટે ફોટોશુટ માટે ગઇ હતી ત્યારે પોલ ને તેની સાથે જબરદસ્તી કરી હતી. એક રીપોર્ટ મુજબ તેણે કહયું કે, જેવી જ હું ફોટોગ્રાફરની સાથે અંદર ગઇ પોલ સીધો મારી તરફ આવ્યો અને મારા સ્તનને દબાવવા લાગ્યો અને એને મહેસુસ કરવા લાગ્યો. તે એનાથી રમી રહયો હતો.
રીપોર્ટ મુજબ એકટ્રેસએ જણાવ્યું કે જયારે તેને પોલને દુર ધકેલ્યો તો તે કહેવા લાગ્યો કે હું માત્ર તપાસ કરી રહયો હતો કે તે અસલી છે કે નહીં. એકટ્રેસે આગળ જણાવ્યું કે, તે અલગ જ રીતે મારી ઉપર હાવી થઇને મારા સાથળને પકડવા લાગ્યા અને મને પોતાની નજીક ખેંચવા લાગ્યા. અપ્ટને જણાવ્યું કે જયારે તેણે આ બધાનો વિરોધ કર્યો તો તેને કામમાંથી કાઢી મુકવામાં આવી. તેને એમ કહેવામાં આવ્યું કે તે બહુ જ મોટી છે એટલે આ સેટ ઉપર તેની જરૂર નથી.