Entertainment

જયારે પંજાબે દિલ્હીને હરાવી પ્રિટી ઝિંટા ગેલની સાથે તે કરવા લાગી જે ચિયરલીડર્સ ન કરી શકી

 પંજાબે રવિવારના આઇએસ બિંદ્રા સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રિમીયર લીગ(આઇપીએલ)ના મેચમાં દિલ્હીને છ વિકેટેથી કરાવી દીધી.

દિલ્હીએ પંજાબની સામે ૧૬૭ રનોનું લક્ષ્યાંક રાખ્યું હતું. જેને પંજાબના લોકેશ રાહુલની શાનદાર બેટીંગ અને કરુણ નાયરના અર્ધશતકના દમ પર ૧૮.૫ ઓવરમાં ચાર વિકેટે ખોઇને હાંસલ કરી લીધી. રાહુલ માત્ર ૧૬ બોલમાં છ ચોકા અને ૪ છકકાની મદદથી પ૧ રન બનાવ્યા.

તેણે માત્ર ૧૫ બોલમાં અર્ધશતક કરી નાખ્યું જે આઇપીએલમાં સૌથી ઝડપી અર્ધશતક છે. ત્યાં કરુણ નાયરના ૩૩ બોલમાં પાંચ ચોકા અને બે છકકોની મદદથી ૫૦ રન બનાવ્યા. આઇપીએલ


૮માં પંજાબની પહેલી જીતનો જશ્ર્ન ટીમની સહમાલિક પ્રિટીં ઝિંટાએ મેદાન પર ક્રિસ ગેલની સાથે ડાન્સ કરી મનાવ્યો.

આ પહેલા પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્ર્વિને ટોસ જીતીને દિલ્હીને બેટીંગ માટે આમંત્રણ આપ્યું. દિલ્હી ર૦ ઓવરમાં ૭ વિકેટની નુકસાની પર ૧૬૬ રન બનાવ્યા. દિલ્હી માટે કેપ્ટન ગૌતમ ગંભીરે ૪૪ બોલમાં પાંચ ચોકા અને એક છકકાની મદદથી પપ રન કર્યા.

અંતમાં ક્રિસ મોરીસે ૧૬ બોલમાં એક ચોકા અને એક છકકાની મદદથી ર૭ બનાવીને દિલ્હીને સમ્માનજક સ્કોર પર પહોંચાડયું. ઋષભ પંતે ૧૩ બોલમાં ચાર ચોકા અને એક છકકાની મદદથી ૨૮ રન કર્યા. પંજા માટે મોહિત શર્મા અને મુજીબ ઉર રહમાન બંનેએ બે-બે વિકેટ લીધી. કેપ્ટન રવિચંદ્રન અશ્ર્વિને એક વિકેટ લીધી.

પંજાબને શરૂઆત તો સારી મળી. રાહુલે મયંક અગ્રવાલની સાથે મળીને પહેલા વિકેટ માટે પ૮ રન બનાવ્યા. તેમાં માત્ર સાત રન મયંકના હતા. મયંકને ક્રિસ મોરીસે પોતાનો શિકાર બનાવ્યો. ૧૫ બોલમાં અર્ધશતક પુરા કર્યા પછી રાહુલ બીજા જ બોલમાં ટ્રેંટ બોલ્ડની બોલ પર મોહમ્મદ શમીના હાથોમાં ઝલાઇ ગયો.

રાહુલના આ અર્ધશતક આઇપીએલમાં સૌથી તેજ અર્ધશતકની યાદીમાં પહેલા સ્થાન પર આવી ગયું છે જયાં રાહુલની સાથે સુનીલ નરેન અને યુસુફ પઠાણ પણ છે. આ બંને બેટસમેનોએ પણ ૧પ બોલમાં અર્ધશતક માર્યું છે.

આ પછી કિરણ નાયરએ જવાબદારીથી બેટીંગ કરીને જીત સુધી પહોંચાડી દીધી. નાયર ૧૩૮ના કુલ સ્કોર પર ડેનિયર ક્રિસ્ટિનનો શિકાર બન્યો. યુવરાજસિંહ માત્ર ૭ રન જ બનાવી શકયો. ડેવિડ મિલર ર૪ અને માર્કસ સ્ટોઇનિસ રર એ મળીને પંજાબને જીત અપાવી દીધી.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post