Saputara

સાપુતારા

સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે.

આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચુ રૂપ તમને માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. તેથી વર્તમાનમાં સરકારે પણ આ હિલસ્ટેશનને વધુ ને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે.

સરકાર સાપુતારાને માથેરન અને મહાબળેશ્વર જેવુ બનાવીને પ્રવાસીઓને વધુમાં વધુ સવલત મળે તેવુ આયોજન ઘડી રહી છે. જેના એક ભાગરૂપે સરકારે મોનસૂન ફેસ્ટિવલનુ આયોજન 15મી જુલાઈથી 15મી ઓગસ્ટ 2011 સુધી કર્યુ છે.

જેમા એડવેંચરને પસંદ કરતા લોકો માટે એડવેંચર સ્પોર્ટસ, અને વસવાટની એવુ સુંદર વ્યવસ્થા કે હિલસ્ટેશનની મજા માણવા જનારા પ્રવાસીઓને ત્યાં જ રોકાવાનુ મન થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Other Places