Vadodara

ખંડેરાવ માર્કેટ

 મહારાજા સયાજીરાવ ત્રીજાએ ઇ.સ.1907 ખંડેરાવ માર્કેટની ઇમારાતનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે આ ઇમારત બનાવવા માટે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ખંડેરાવ માર્કેટ વડોદરા શહેરના પોલોગ્રાઉન્ડ મેદાનથી ન્યાયમંદિર તરફ જતાં વચ્ચે રસ્તામાં આવે છે. હાલમાં આ ઇમારતની આસપાસ શાકભાજીનું જથ્થાબંધ વેચાણ થાય છે તથા ઇમારત પરિસરનો ઉપયોગ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કાર્યાલયના રૂપમાં કરવામાં આવે છે.

Address: કિર્તી સ્તંભથી ન્યાય મંદિર રોડ, વડોદરા