તમારું એસબીઆઇમાં એકાઉન્ટ છે ? તો આ સમાચાર તમારે વાંચવા જરૂરી છે...

25 Apr, 2018

 નવા વર્ષની શરૂઆતની સાથે જ સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેન્ક એસબીઆઈમાં થોડા ફેરફાર લાગૂ થઈ ચૂકયા છે. આ ફેરફારને આમ આદમીએ જાણવા જરૂરી છે. આ ફેરફારથી 25 કરોડ બેન્ક ખાતાધારક પ્રભાવિત થશે. જો તમને આ ફેરફાર વિશે જાણકારી નથી તો અમારા આ સમાચાર તમારા કામના છે. અમે અહીં તમને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)માં થયેલા ત્રણ ફેરફાર વિશે જાણકારી આપવા જઈ રહ્યાં છે.

તાજેતરમાં જ એસબીઆઈએ ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર લાગનાર ચાર્જમાં 75 ટકાનો ઘટાડો કર્યો હતો. આ નિયમ 1 એપ્રિલથી લાગૂ થવાનો હતો. જેમ કે 1 એપ્રિલે બેન્કના ક્લોઝિંગના હિસાબથી નિયમ આમ જનતા માટે 2 એપ્રિલથી પ્રભાવી થઈ ચૂકયા છે. નિર્ણય બાદ હવે મેટ્રો અને શહેરી ક્ષેત્રોમાં ખાતામાં મંથલી એવરેજ બેલેન્સ(એએમબી) ન રાખવા પર 50ના જગ્યા 15 રૂપિયા પ્રતિમાસનો ચાર્જ આપવો પડશે. આ રીતે અર્ધ-શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં આ ચાર્જ 40થી ઘટીને 12 રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવ્ય છે. જયારે 10 રૂપિયાનો જીએસટી પણ એક નિશ્ચિત સ્થિતિમાં લાગૂ થશે. તમને જણાવી દઈએ કે એવરેજ બેલેન્સ ન રાખવા પર શુલ્ક લગાવવાના એસબીઆઈના નિર્ણયનો ખૂબ જ વિરોધ થયો હતો.
તમને ખબર છે કે એસબીઆઈમાં તેની તમામ સહયોગી બેન્કોનું મર્જર થઈ ચુકયું છે. તે હિસાબથી તે જૂની બેન્કોની ચેક બુકને એસબીઆઈની શાખામાં 31 માર્ચ સુધી બદલાવવાની હતી. એટલે કે આ તમામ ચેક બુક જે બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેન્કની હતી, હવે તે અમાન્ય થઈ ચૂકી છે. હવે તેનો ઉપયોગ નહી કરી શકાય.
અરૂણ જેટલીએ વર્ષ 2017-18ના આમ બજેટમાં ઈલેકશન બોન્ડની સ્કીમ લાવા અંગેની જાહેરાત કરી હતી. તે પ્રમાણે માત્ર લીગલ રાજકીય પાર્ટીઓ જ આ બોન્ડ દ્વારા સહાય મેળવી શકશે. જેને ગત લોકસભા કે વિધાનસભામાં એક ટકાથી વધુ મત પ્રાપ્ત થયા હશે. રાજકીય પાર્ટીઓ આ બોન્ડને માત્ર અધિકૃત બેન્ક ખાતાઓ દ્વારા જ મેળવ શકશે. લોકો રાજકીય પાર્ટીઓને સહાય કરવા તેને વ્યક્તિગત કે સમૂહ તરીકે પણ તેને ખરીદી શકશે. એસબીઆઈ તેનું વેચાણ 1 એપ્રિલથી શરૂ કરી ચૂકી છે.