લગ્નની પ્રથમ રાત્રે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ

29 Jan, 2018

 પુનાના પિંપરીમાં ત્રણ લોકોની પિટાઇ કરવામાં આવી હતી કારણ કે તેઓ લગ્નની પ્રથમ રાત્રે થનાર વર્જિનીટીની ટેસ્ટનો વિરોધ કરી રહયા હતા. એ ત્રણેય લોકો મારનાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. જેના પછી ૪૦ લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ મામલામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ર૧મી સદીમાં સવાલ એ થાય છે કે આખરે એ કેવા લોકો છે જે સુહાગરાતના દિવસે વર્જિનીટી ટેસ્ટ કરે છે. 

યર્વદાના ભટનગરમાં કંજરભટ નામનો સમુદાય રહે છે. આ સમુદાયમાં વર્ષો જુની પરંપરા ચાલી આવે છે કે તેઓ દુલ્હનની લગ્નની પ્રથમ રાત્રે વર્જિનીટી ટેસ્ટ કરે છે. એવામાં સવાલ ઉઠે છે કે શું કોઇએ તેનો વિરોધ કર્યો નહીં હોય.
વર્જિનીટી ટેસ્ટના વિરોધમાં એ જ સમુદાયના થોડાક યુવાનોએ સ્ટોપ ધ વી નામથી એક વોટસએપ ગ્રુપ બનાવ્યું. જેમાં ૫૦થી વધારે લોકો જોેડાયેલા છે. આ ગ્રુપના મેમ્બરે જણાવ્યું કે, વીનો અર્થ વર્જિનિટી ટેસ્ટથી છે. આ ગ્રુપના ૩ લોકોને મારવામાં આવ્યા હતા.
સમુદાયની પરંપરા અનુસાર સુહાગરાતે પહેલા ગામની પંચાયત દુલ્હનને એક સફેદ ચાદર આપે છે. પછી બધા લોકો વર-વધુના રૂમની બહાર રાહ જુએ છે. બીજા દિવસે ચાદર ઉપર લાલ ધબ્બાના નિશાન મળે તો દુલ્હન ટેસ્ટમાં પાસ થાય છે. પરંતુ જો ચાદર ઉપર લાલ ધબ્બા મળે નહીં તો વધુ ઉપર લગ્ન પહેલા કોઇ અન્ય સાથે સંબંધ બનાવવાનો આક્ષેપ લાગે છે. જેના પછી તેને વિવિધ રીતે સજાઓ આપવામાં આવે છે.