રાધે માંની આવનારી ફિલ્મ રાહ દે માંનું ટ્રેલર થયું વાયરલ, જાણો શું છે ખાસ

24 Aug, 2018

 પોતાના ગ્લેમરસ લુકસ અને અશ્ર્લિતતા ફેલાવવાના આરોપમાં ઘણીવાર સમાચારોમાં ચમકેલી ડાર્સિંગ ધર્મગુરૂ રાધે માંમ હવે એકટીંગની દુનિયામાં પ્રવેશ કરી રહી છે. પોતાને દેવીનો અવતાર બતાવવાવાળી રાધે માં જલ્દી જ વેબસીરીઝ રાહ દે માં માં એકટીંગ કરતી નજર આવશે. કેટલાક દિવસો પહેલા સીરીઝનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રાધે માં પોતાના જ પાત્રમાં નજર આવી રહી છે.


 

ફિલ્મ રાહ દે માંની સ્ટોરી રાધે માંના ભકતોને આસપાસ ફરી રહી છે જેમાં એક પરિવાર પોતાના એકમાત્ર દીકરાને એકટર બનાવવા ઇચ્છે છે. રાધે માંની કૃપાથી યુવક એકટર તો બની જાય છે, પરંતુ ધીરે ધીરે તે સમલૈંગિકતામાં રસ લેવા માંગે છે.
 

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એડલ્ટ સીન્સથી એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મની વાર્તા કેટલી બોલ્ડ હશે. આ વેબ સીરીઝને રમ્મન હાંડાએ પ્રોડયુસ કરી છે જણાવવામાં આવી રહયું છે કે આખી સીરીઝની શુટીંગ રાધે માંના ઘરમાં જ થઇ છે.

જણાવી દઇએ કે સુખવિંદર કૌર ઉર્ફે રાધે માં પંજાબના ગુરદાસપુર જીલ્લાની રહેવાવાળી છે. રાધે માં બનતા પહેલા સુખવિંદર એક સામાન્ય ગૃહિણી હતી. પરંતુ કેટલાક સમય પછી તેમણે આધ્યાત્મિક જીવન અપનાવી લીધું. ત્યારછી લોકો તેને રાધે માંના નામથી ઓળખવા લાગ્યા. રાધે માંને લઇને હજુ સુધી ઘણા વિવાદ સામે આવી ચુકયા છે. એવામાં એકટીંગની દુનિયામાં રાધે માંની એન્ટ્રી નવો શો વિવાદ ઉભો કરશે તે રસપ્રદ છે.