Gujarat

17 જુલાઇના રોજ સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો આપની રાશિ પર પ્રભાવ

અક્ષય ઊર્જાનો ભંડાર સૂર્ય 17 જુલાઇના રોજ સવારે 4.01 વાગ્યે પોતાના મિત્રની રાશિ મિથુનમાંથી નિકળીને ચંદ્રની રાશિ કર્કમાં ગોચર કરવાનું શરૂ કરશે. સૂર્યના કર્ક રાશિમાં ભ્રમણ કરવાથી પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની સમાપ્તિ પણ થઇ રહી છે. સૂર્યના રાશિ પરિવર્તનથી પૃથ્વી પર અનેક પ્રકારના શુભ અને અશુભ ફળ પ્રતીત થશે. સૂર્યના કર્ક રાશિમાં ગોચર કરવા પર વિભિન્ન રાશિઓ પર શું પ્રભાવ પડશે...

સૂર્યનું રાશિ
પરિવર્તન સૂર્યના રાશિ પરિવર્તનના કારણે તે આપની રાશિ પર અલગ અલગ અસર પાડી શકે છે, જેને આપ અત્રે સ્લાઇડરમાં જાણી શકશો કે કઇ રાશિ પર શું અસર પડશે.

મેષ- માતાના સ્વાસ્થ્યની ચિંતા
આપની રાશિમાં સૂર્ય પંચમેશ થઇને ચોથા ભાવમાં ગોચર કરશે. કેટલાંક લોકોને વાહન સુખની પ્રાપ્તિ થશે. માતાના સ્વાસ્થ્યને લઇને મન ચિન્તિત રહી શકે છે. બનાવવામાં આવેલી રણનીતિઓના સારા પરિણામ આવશે.

 વૃષભ- સારા પરિણામ મળશે
આ રાશિવાળાઓ માટે કર્કનો સૂર્ય સારો પરિણામ લઇને આવશે. પરાક્રમ અને સાહસથી કરવામાં આવેલ સાર્થક સાબિત થશે. ધર્મ અને કર્મમાં રસ વધશે. વિદેશ યાત્રા જવાના ઇચ્છુક વ્યક્તિઓને સફળતા પ્રાપ્ત થશે.

મિથુન- રોકાયેલું નાણું મળશે
કર્કનો સૂર્ય એ વાત તરફ ઇશારો કરી રહ્યો છે કે વાણીમાં સૌમ્યતા બનાવી રાખવાની જરૂરીયાત છે. પારિવારિક ગતિવિધિયોમાં આપની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. કેટલાંક લોકોને રોકાયેલા નાણા પાછા મળી શકે છે.

કર્ક- ટકરાવ થઇ શકે છે
લગ્ન ભાવમાં બેઠેલો સૂર્ય જેની સપ્તમ દ્રષ્ટિ સાતમાં ભાવ પર પડી રહી છે. જેના કારણે જીવન સાથી સાથે ટકરાવ થઇ શકે છે. સ્વાદિષ્ટ ભોજનની પ્રાપ્તિ થશે. પારિવારિક દાયિત્વનું નિર્વહન કરવામાં અડચણ આવશે.

સિંહ- મનવાંચ્છિત કાર્યોમાં અડચણ
12માં ભાવમાં બેસલ સૂર્ય આપની મનોકામનાઓમાં અડચણ નાખશે. પરિવારની ગતિવિધિઓમાં આપની સક્રિય ભૂમિકા બની રહેશે. વાણીમાં સૌમ્યતા બનાવી રાખવાની જરૂરીયાત છે. નાણાની લેવડદેવડમાં ધ્યાન રાખવું.

કન્યા- સંબંધો મધુર થશે
આપની રાશિમાં સૂર્ય દ્વાદશેશ થઇને લાભ ભાવમાં બેસેલો છે. લાભ ભાવનો સૂર્ય આપની આવકમાં વધારો કરશે. મિત્રોની સાથે મધુર સંબંધો બનશે. કાર્ય યોજનાઓના શુભારંભમાં કોઇ પોતિકાની મહત્વની ભૂમિકા રહેશે.

તુલા- પૈસા આવશે
દશમ ભાવનો સૂર્ય કેટલાંક લોકોના માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો કરાવશે. રોજગારની તલાશમાં ભટકી રહેલા લોકોને સારી તકો મળશે. ઘર-ગૃહસ્તીમાં સુખદ વાતાવરણ બની રહેશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે.

વૃશ્ચિક- નવા કાર્યોની શરૂઆત
ભાગ્ય ભાવનો સૂર્ય કેટલાંક લોકોને ધાર્મિક યાત્રાઓ કરાવશે. વિદેશ જવાના ઇચ્છુક વ્યક્તિઓની ઇચ્છા પૂરી થશે. જે લોકોની પિતા સાથે અનબન ચાલી રહી છે, તેમાં કમી આવશે. નવા કાર્યોમાં ભાગ્ય સાથ આપશે.

ધનુ- તણાવ થશે
અષ્ટમ ભાવમાં સૂર્ય સાસરી પક્ષમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે. ગુપ્ત વિદ્યાઓ પ્રત્યે મન આકર્ષિત થશે. કેટલાંક લોકોનું મન કોઇ અણબનાવના ભયથી આતંકિત રહેશે. પાઇલ્સના રોગીઓએ પોતાના ખાનપાન પર ખાસ ધ્યાન રાખવું.

 મકર- ખર્ચમાં વધારો થશે
સપ્તમ ભાવનો સૂર્ય કેટલાંક લોકોનું સ્થાન પરિવર્તન કરાવી શકે છે. જીવન પ્રતિ આશાવાદી બની રહેવાથી ઘરેલુ સંબંધ સારી રીતે નિભાવશો. ભૌતિક વસ્તુઓના ક્રયમાં ધનનો વ્યય વધારે થશે. માનસિક ઉર્જામાં ઉણપ આવશે.

કુંભ- રોગ લાગી શકે છે
ષષ્ટમ ભાવમાં સૂર્ય આપના વિરોધિયોનું દમન કરશે. નોકરીવાળા જાતકોને લાભ મળશે. લોન માટે કરવામાં આવેલા પ્રયત્નમાં સફળતા પ્રાપ્ત થશે. બદલાતા મોસમના પ્રભાવથી બચવું રહેશે નહીંતર રોગની ચપેટમાં આવી શકો છો.

મીન- નકારાત્મક વિચાર આવશે
પંચમ ભાવનો સૂર્ય વિદ્યાર્થીઓને વિદ્યા અધ્યયનમાં અરુચિ પેદા કરશે. કેટલાંક લોકોને પાચનથી તકલીફ રહી શકે છે. શત્રુઓના ષડયંત્રથી આપનું મન ઉદગેલિત રહેશે. મન પર નકાકારાત્મક વિચાર હાવી થઇ શકે છે.

Releated News