આજે રાજ્યના લોકો નરી આંખે સ્પેશ સ્ટેશન જોઇ શકશે

30 Dec, 2014

- અમદાવાદમાં સાંજના 6:52થી 6:58 મીનીટ સુધી જોવા મળશે
- સૌરાષ્‍ટ્રમા સાંજે 6:52 થી 7 સુધી જ્યારે કચ્છમાં 10 મીનીટ સુધી જોવા મળશે

રાજ્‍યમાં આજે  સાંજના 6.52 થી 7 કલાક સુધી આકાશમાં અવકાશમથક નિહાળવા ભારતજન વિજ્ઞાન જાથાની રાજ્‍ય કચેરીએ લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં સૂર્યાસ્‍ત પછી 6 કલાકને 52 મીનીટથી શરૂ થઈ 6 કલાકને 58 મીનીટ સુધી જોવા મળશે. જ્‍યારે સૌરાષ્‍ટ્રવાસીઓને સાંજે 6 કલાકને 53 મીનીટથી શરૂ થઈ 7 કલાક સુધી અતિ તેજસ્‍વી આહલાદક જોવા મળશે. કચ્‍છમાં સાંજે 6 કલાકને 49 મીનીટથી 7 કલાક સુધી સાંજે 6.56 મીનીટ અતિ પ્રકાશમય સફર કરતુ જોવા મળશે. તેજસ્‍વીતા માઈનસ 3.4 મેગ્નેટયુડ છે.

વિજ્ઞાનની શોધથી અવકાશયાન સ્‍પેશ શટલ, કૃત્રિમ ઉપગ્રહ પૃથ્‍વીની પ્રદક્ષિણા કરતા 90 મીનીટનો સમય લાગે છે. સાડા 4 લાખ કિલોગ્રામ વજનનું અવકાશમથક પ્રતિ કલાક 28.00 કિ.મી.ની ઝડપે પૃથ્‍વીની પ્રદક્ષિણા કરી લે છે. દિવસે જોઈ શકાતુ નથી પરંતુ આ અવકાશમથક ફુટબોલના એક મેદાન જેવડુ હોય છે. આકાશમાં 400 કિ.મી.ની ઉંચાઈએ હોવાથી નરી આંખે જોઈ શકે છે. તેજસ્‍વીતાના કારણે આપોઆપ શટલને ઓળખી શકાય છે. ઝડપ અતિ હોય છે. દૂરબીન-વિજ્ઞાન ઉપકરણથી અતિ આનંદદાયક નિહાળવાની તક મળે છે.