સોનીએ પોતાનો ડસ્ટપ્રુફ / વોટર પ્રુફ સ્માર્ટફોન M4 એક્વા લોન્ચ કર્યો

07 Mar, 2015

નવી દિલ્હી- જાપાનની કંપની સોનીએ પોતાનો નવો વોટરપ્રુફ સ્માર્ટફોન M4 લોન્ચ કર્યો હતો. પાંચ ઈંચ સ્ક્રીન ધરાવતો આ ફોન ૧.૫ જીએચઝેડ ઓક્ટા ક્વોલકોમ પ્રોસેસર ધરાવે છે.

આ ફોન એન્ડ્રોઈડ લોલીપોપ પર આધારિત છે, જેમાં ૫ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. આ કેમેરા વાઈડ એન્ગલ લેન્સ ધરાવે છે. ફોન ૭.૩ મિમી પાતળો છે અને તેનું વજન ૧૪૦ ગ્રામ છે.

આ ફોનની ખાસિયત એ છે કે તે વોટર પ્રુફ છે અને સાથે-સાથે ડસ્ટ પ્રુફ પણ છે. કંપનીનો દાવો છે કે લગભગ પાંચ ફૂટ પાણીમાં અડધો ડૂબ્યા પછી પણ આ ફોન કામ કરશે. આગામી મહિનામાં ફોન દેશભરના માર્કેટમાં વેચવા લાગશે.

સોની M4 એક્વા ૨ જીબીની રેમ ધરાવે છે અને તેમાં ૮ જીબી અને ૧૬ જીબીની ઈન્ટરનલ મેમરીની સુવિધા  છે. આ સાથે ફોન માઈક્રો એસડી કાર્ડની સવલત તો ધરાવે જ છે. ખાસ વાત તો એ છે