OMG! એક ઇંડું વેંચાયું 46,000 રૂપિયામાં

11 Mar, 2015

કહેવત છે કે હર કુત્તે કા એક દિન આતા હૈ, પણ આ વાત સાંભળીને કહેવું જ રહ્યું કે હર ઇંડે કા ભી દિન આતા હૈ. વાત છે લંડનની. જ્યાં એક મરધીનું ઇંડું ઓનલાઇન નિલામીમાં 46 હજારમાં વેચાયું. ખરેખરમાં એક ઇંડા માટે થઇ ઓનલાઇન નિલામી. જેમાં લાગી ખરીદારોની લાઇનો.
એવું તો શું હતું આ ઇંડામાં ખાસ
અરે ભાઇ જ્યારે કોઇ એક ઇંડાના 46 હજાર રૂપિયા આપવા તૈયાર થઇ જાય ત્યારે નવાઇ તો લાગે જ ને કે એવું તો શું ખાસ છે આ ઇંડામાં
તો હવે અમે તમને આ ઇંડાની ખાસિયત કહી દઇએ. આ ઇંડું સંપૂર્ણપણે ગોળ છે. સામાન્ય રીતે ઇંડાનો આકાર અંડાકાર હોય છે ત્યારે બ્રિટેનની કિમ બ્રાઉટનની મરધીએ 17 ફેબ્રુઆરીએ એક સંપૂર્ણ ગોળ ઈંડું આપી બધાને અચરજમાં મૂકી દીધા. પછી શું ઇંડાની માલિક કિમે ઓનલાઇન કંપની ઇ બેમાં લગાવી આ અનોખા ઇંડાની નિલામી. તમે માનશો નહીં પણ 64 લોકોએ આ ઓનલાઇન નિલામી ભાગ લીધો અને છેલ્લે 480 પાઉન્ડ એટલે કે લગભગ 46 હજારમાં આ ઇંડું વેચાયું.

Loading...

Loading...