National

પહેલી સપ્ટેમ્બરથી રેલવેમાં તત્કાળ ટિકિટ બુકિંગ માટે ઓળખપત્રની જરૃર નહીં પડે

રેલવેમાં તત્કાળ ટિકિટ બુક કરાવવા માગતા પ્રવાસીઓએ હવે કાઉન્ટર ઉપર કે ઓનલાઇન પોતાના ઓળખપત્રની ફોટો કોપી કે નંબર જણાવવાની જરૃર નથી.
રેલવેએ આ પ્રથા બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નવો કાયદો પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
રેલવે મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે તત્કાલ ટિકિટના બુકીંગ વખતે ઓળખકાર્ડની જરૃર નથી પરંતુ પ્રવાસ દરમિયાન કોઇપણ એક પ્રવાસીએ પોતાનું ઓળખપત્ર દર્શાવવું પડશે.
અગાઉ ટિકિટ બુકિંગ અને પ્રવાસ એમ બંને વખતે ઓળખકાર્ડ રજૂ કરવા પડતા હતા. આમ બે વાર ઓળખકાર્ડ રજુ કરવાની ઝંઝટમાંથી છૂટકારો આપવા રેલવે તંત્રે આ નિર્ણય લીધો હતો.

Releated News