Gujarat

શિર્ડીના સાઈબાબાને રાજકોટના ભક્તે ચડાવ્યો સોનાનો મુગટ

શિર્ડીના સાઈબાબાને રાજકોટના એક ભક્તે સવા કિલોનો સોનાનો મુગટ ચડાવ્યો હતો. ગયા અઠવાડિયે બાબાને પહેરાવવામાં આવેલા આ સુવર્ણ મુગટની કિંમત ૩૦.૮૦ લાખ રૃપિયા છે.
શ્રી સાઈબાબા શિર્ડી સંસ્થાન ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઓફિસર રાજેન્દ્ર જાધવે આ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુપ્તદાન આપનાર ભક્તે પોતાનું નામ જાહેર ન કરવાની વિનંતી કરી હતી.
ભારતના સૌથી શ્રીમંત ધર્મસ્થાનકોમાં શિર્ડીના મંદિરનો સમાવેશ થાય છે. ભક્તો તરફથી અઢળક દાન આપવામાં આવે છે. થોડો વર્ષ પહેલાં બાબાને નક્કર સોનાનું સિંહાસન ભેટ આપવામા ંઆવ્યું હતું. દક્ષિણ ભારતના એક ભક્તે ભક્તો માટે રહેણાક નિવાસની સગવડ માટે ૧૦૦ કરોડ રૃપિયાનું દાન આપ્યું હતું. દિવાળીના દિવસોમાં તો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમથી તોતિંગ ભેટ પેટીઓ છલકાઈ જતી હોય છે. દાનની રકમ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે વાપરવામાં આવે છે.

Source By : Gujarat Samachar

Releated News