National

સામાન્ય ગણિતમાં કાચો જણાતો મૂરતિયો લીલાતોરણે પાછો ફર્યો

કન્યાએ લગ્નમંડપમાં વરરાજાને ગણિતનો સવાલ પૂછ્યો

કાનપુરનો અજબ કિસ્સો ઃ ૧૫માં ૬ ઉમેરતા કેટલા થાય તેનો જવાબ ન આવડયો

૧૫ અને ૬નો સરવાળો કેટલો થાય સાધારણ લાગતો આ સવાલનો જવાબ આપવો એક યુવકને મોંઘુ પડી ગયું છે. યુવક ગયો તો જાન લઈને દુલ્હનને લેવા માટે પરંતુ લગ્નની ઠીક પહેલા દુલ્હને વરરાજાને એક સવાલ પૂછયો અને યુવક સવાલનો જવાબ ખોટો આપી બેઠો અને પરિણામ એ આવ્યું કે દુલ્હને તેની સાથે લગ્ન કરવાની ઈનકાર કરી દીધી.
આ ઘટના કાનપુરના રસૂલાબાદ ગામની છે. બુધવારના રોજ જાન આવી. લગ્નની વિધિ પૂરી થાય તે પહેલા જ દુલ્હને વરરાજાની ગણીતમાં તેની પકડ કેટલી છે તે ચકાસવા આ સાધારણ સવાલ પૂછયો કે ૧૫ અને ૬ કેટલા થાય. આ સવાના જવાબમાં વરરાજાએ જવાબ આપ્યો ૧૭ અને પછી શું દુલ્હન ભડકી ગઈ. દુલ્હને વરરાજા પર પોતાના ભણતર વિશે ખોટું બોલ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો અને લગ્ન કરવાથી ઈન્કાર કરી દીધો. વરરાજાના સબંધીઓએ દુલ્હનને ખુબ સમજાવી પણ દુલ્હનએ કોઈની એક ન સાંભળી.
દુલ્હનના પિતાએ પોલીસને બોલાવી ફરિયાદ કરી કે યુવકના પરિવારે અમને તેના અભ્યાસ અંગે ખોટી જાણકારી આપી છે.
 પહેલા ધોરણમાં અભ્યાસ કરતો બાળક પણ આ સવાનો જવાબ આપી શકે છે. કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો અને ત્યાર બાદ પોલીસે બન્ને પક્ષોને એક બીજાને આપેલી ભેટ સૌગાત પરત કરવા આદેશ આપ્યો.

Releated News