Gujarat

નાસા જોવા હવે બાળકોએ અમેરિકા નહીં જવું પડે

સાયન્સ સિટી ફેઝ-૨માં ૫૦ હેક્ટરમાં ડેવલપ થશે

સાયન્સ સિટી દુનિયાની સૌથી સારી આંતરરાષ્ટ્રીય સ્તરની વૈજ્ઞાનિક પ્રયોગશાળા બનશે. જેમાં તમામ પ્રકારના વિજ્ઞાાનનો સમાવેશ થશે

સાયન્સ સિટીએ દેશ-વિદેશમાં સાયન્સને રજૂ કરી સફળતાના ૧૪ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે હવે આધુનિક ટેકનોલોજી સાથે સાયન્સ સિટી કંઈક નવું કરવા જઈ રહી છે. તે માટે વિવિધ ફિલ્ડના તજજ્ઞાો, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકોને સાયન્સ સિટી ખાતે બોલાવી ચર્ચા અને પ્રેઝન્ટેશનનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત સરકારના તેમજ સેન્ટ્રલના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ફેઝ-૨ ને આવતા ૩ વર્ષમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવાની વિચારણા કરવામાં આવી હતી.

આ અંગે સિનિયર સાયન્ટિસ્ટ નરોત્તમ શાહુ કહે છે કે પ્રથમ ફેઝમાં સાયન્સ સિટીએ ખૂબ સારી રીતે દેશભરના બાળકોને વિજ્ઞાનની જાણકારી આપી. હવે ફેઝ-૨માં નવું શું કરી શકાય? આધુનિક સમયની ટેકનોલોજી સાથે ૭ વર્ષના બાળકથી ૭૦ વર્ષના વડીલને વિજ્ઞાાન અને  મનોરંજન કઈ રીતે આપી શકાય? તે માટે પ્રથમ સેશનનું આયોજન થયું હતું. જેમાં વિજ્ઞાનિકો, એન્જિનિયરો, પ્રધ્યાપકો, સ્ટુડન્ટસ હાજર રહી વિચાર વિમર્શ કર્યા હતા. આ પ્રસંગે ધનંજય દ્વિવેદીએ અવાનાર સમયમાં સાયન્સનું સ્વરૃપ કેવું હશે અને સાયન્સ સિટી તમામ લોકોને કઈ રીતે મદદરૃપ થઈ શકશે તેના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સાયન્સ સિટી માટે સરકારનો પોઝિટિવ અભિગમ સાયન્સને આગળ લઈ જવામાં અમને મદદરૃપ થઈ રહ્યો છે.

કઈ કઈ સંસ્થાએ નવા વિચારો રજૂ કર્યા

ઈસરો, પીઆરએલ, આઈપીઆર, એનઆઈડી, ઈડીઆઈ, હવામાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, સેપ્ટ યુનિ., સીજીસીઆરઆઈ, ગુજરાત સાયન્સ એકેડમી, ગુજરાત બાયો ટેકનોલોજી મીશન, બાયશેક, ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ, સેન્ટ્રલ યુનિવર્સિટી, જીટીયુ.

સાયન્સ સિટીને ત્રણ ફેઝમાં બનાવવાનો નિર્ણય લેવાયેલો

૨૦૦૧માં જયારે સાયન્સ સિટી બની ત્યારે તેને ત્રણ ફેઝમાં બનાવાશે તેવો ઠરાવ થયેલો ૧૪ વર્ષ સુધી ફેઝ-૧ સફળતાપૂર્વક પાર પાડી દેશ અને દુનિયામાં સાયન્સ સિટીનું નામ થયું હવે ફેઝ-૨ માટે પ્રાથમિક ધોરણે વૈજ્ઞાાનિકો, પ્રધ્યાપકો, એન્જિનિયરો, સ્ટુડન્ટસ અને તજજ્ઞાોને બોલાવી ફેઝ-૨માં શું નવું કરવું તેની ચર્ચા થઈ છે. ફેઝ-૧માં સાયન્સ સિટીએ ૪૨ હેક્ટર જમીનનો ઉપયોગ કર્યો, ફેઝ-૨માં ૫૦ હેક્ટરનો ઉપયોગ થશે અને ફેઝ-૩માં ૧૫ હેક્ટરનો ઉપયોગ થશે. સાયન્સ સિટી પાસે ટોટલ ૧૦૭ હેક્ટર જમીન છે.

ફેઝ-૨ના પ્રથમ તબક્કામાં આ મુદ્દાઓ વિશે ચર્ચા થઈ

રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, વર્ચ્યુઅલ રિયાલિટી સિસ્ટમ, સ્ક્રીન લેસ પ્રેઝન્ટેશન, થ્રીડી પ્રિન્ટિંગ, હેલ્થ અવેરનેસ, એક્વા-મરીન, આઈપીઆર, એસ્ટ્રોનોમી, હવામાન વિજ્ઞાાન, કલાયમેન્ટ ચેન્જ, ઈનોવેશન-ઈક્યુબેશન, સ્પોર્ટ્સ સાયન્સ, વોટર હાર્વેસ્ટિંગ, એગ્રીક્લ્ચર સાયન્સ, બાયોલોજી, નેનો ટેકનોલોજી, ફિઝિકલ સાયન્સ, ન્યુક્લિયર સાયન્સ, એન્વાયરમેન્ટ, મેથેમેટિક્સ સાયન્સ વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Releated News