Gujarat

સંગીતથી ૨૧ રોગો દૂર કરી શકાય છે

જૂનાગઢના ભવનાથ ખાતે જૈન મહાસતીજીઓની હાજરીમાં સંગીતથી રોગ નિવારણ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઓમ મંત્રથી શરીર પર શું અસર થાય છે તેનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું.
જૂનાગઢના ભવનાથમાં આવેલા પ્રભુદર્શન સાધનના આશ્રમ ખાતે સ્થાનકવાસી જૈન સંઘના વીરબાઈ મહાસતીજીની સહિતના ૧૩ સાધ્વીજીઓની હાજરીમાં જૂનાગઢના યુવાન કલાકાર નયન વૈષ્નવે સંગીતથી રોગ નિવારણ નિદર્શન કર્યું હતું જેમાં તેઓએ સંગીતથી માનવ શરીર પર શી અસર થાય છે તેની સમજ આપી હતી અને તેનું ડેમોસ્ટ્રેશન કર્યું હતું. આ ઉપરાંત જુદા જુદા ૨૧ રોગો પર સંગીતના જુદા જુદા રાગોના માધ્યમથી રોગ નિવારણ થઈ શકે છે તેની સમજ આપી હતી. આ કાર્યક્રમમાં જૈન મહાસતીજીઓ ઉપરાંત જૈન સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Releated News